જિલ્લા પંચાયતની ૮ સમિતિની તારીખ ૧૬ એપ્રિલે રચના થશે: જબરૂ લોબિંગ શરૂ

  • April 01, 2021 10:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપે સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ પ્રમુખ -ઉપપ્રમુખે જવાબદારી સંભાળી લીધી છે પરંતુ વિવિધ કમિટીઓની રચના ૧૫ દિવસ બાદ હાથ પર લેવામા આવી છે અને આગામી ૧૫ દિવસ પછી એટલેકે તારીખ ૧૬ એપ્રિલ ના રોજ રચના કરવામાં આવશે. કઈ કમિટીમાં કોને સ્થાન આપવામાં આવશે તેની ચર્ચા અત્યારથી જ શરૂ થઈ ગઈ છે સાથોસાથ મનગમતી સમિતિમાં સ્થાન મેળવવા માટે અને ચેરમેનપદુ લેવા માટે રિતસરનું લોબિંગ શરૂ થઈ ગયુ છે.


કસ્તુરબાધામની બેઠક પરથી ચૂંટાયેલા ભુપતભાઈ બોદર પ્રમુખ બન્યા છે અને પીપરડીની બેઠક પરથી ચૂંટાયેલા સવિતાબેન નાથાભાઈ વાસાણી ઉપ પ્રમુખ બન્યા છે તેથી કમિટિઓની રચનામાં રાજકોટ જસદણ અને વીંછિયા તાલુકાને પ્રમાણમાં ઓછું સ્થાન મળે તેમ જણાઈ રહ્યું છે. જોકે આમ છતાં બેડીની બેઠક પરથી ચૂંટાયેલા અને રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી નાગદાનભાઈ ચાવડાના પરિવારના સુમિતાબેન રાજેશભાઈ ચાવડા નું નામ પ્રબળ દાવેદારના લિસ્ટમાં ઉપર છે અને તેને મહત્વની કમિટી મળે તેમ જણાઈ રહ્યું છે.


લોધીકાની બેઠક પરથી ચૂંટાયેલા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ મોહનભાઈ દાફડા પણ કમિટીના ચેરમેનપદ માટે પ્રબળ દાવેદાર ગણવામાં આવે છે આ અંગેના લિસ્ટમાં સૌથી ઉપર જેનું નામ છે તે થાણાગાલોળની બેઠકના પ્રવીણભાઈ ગોગનભાઈ કીયાડા છે. પ્રવીણભાઈ આમ તો પ્રમુખ પદના દાવેદાર હતા પરંતુ ભાજપે તે માટે ભુપતભાઈ બોદર ની પસંદગી કરતા જિલ્લા પંચાયતના રાજકારણના અનુભવી પી.જી.કીયાડાને બાંધકામ, આરોગ્ય જેવી મહત્વની કમિટી સોંપવામાં આવે તેમ જણાઈ રહ્યું છે.


રાજકોટ જિલ્લા પંચાયતમાં કારોબારી સમિતી સૌથી વધુ મહત્વની હોય છે અને તે માટે કોલીથડની બેઠક પરથી ચૂંટાયેલા સહદેવસિંહ રેવતુભા જાડેજાનું નામ ફાઇનલ છે. પારડીની બેઠક પરથી ચૂંટાયેલા અલ્પાબેન મુકેશભાઈ તોગડિયા પણ એકાદ કમિટીના ચેરમેન બને તેવી વાતો જિલ્લા પંચાયતમાં ચર્ચાઈ રહી છે.


કમિટીઓની રચના માટેનો સામાન્ય સભાનો એજન્ડા પ્રસિદ્ધ થઈ ચૂક્યો છે તારીખ ૧૬ ના સવારે ૧૧:૩૦ વાગ્યે સામાન્ય સભા મળશે અને તેમાં બાંધકામ આરોગ્ય સિંચાઈ શિક્ષણ સમાજ કલ્યાણ મહિલા બાળ વિકાસ સહિતની અલગ-અલગ આઠ કમિટીઓની રચના કરવામાં આવશે સામાન્ય સભામાં જે તે સમિતિના સભ્યોના નામ જાહેર કરવામાં આવશે સામાન્ય સભા પૂરી થયા બાદ અલગ-અલગ દિવસોએ જે તે કમિટીની બેઠક મળશે અને તેમાં ચેરમેન ચૂંટી કાઢવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS