કોરોનાને કારણે આજથી શ્રી આશાપુરા મંદિરમાં દર્શન બંધ

  • April 12, 2021 07:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાને કારણે આજથી શ્રી આશાપુરા મંદિરમાં દર્શન બંધ

 



વર્તમાન કોરોના મહામારીને ધ્યાનમાં લઈને આજ થી અચોક્કસ મુદત સુધી યાત્રિકો અને જાહેર જનતાની સુખાકારી અને આરોગ્યને ધ્યાનમાં લઈને આશાપુરા માતાજીનું મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, એમ શ્રી માતાનામઢ જાગીર ટ્રસ્ટ દ્વારા જણાવ્યું હતું.

 


ભાવિક ભક્તોને ઘરે બેસીને ઓનલાઈન માતાજીના દર્શન કરવાનો ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, ટ્રસ્ટના નિર્ણયમાં ભક્તજનોએ સહકાર આપવાની વિનંતી કરવામાં આવી છે. શ્રી માતાનામઢ જાગીર ટ્રસ્ટ સંચાલિત શ્રી આશાપુરા મંદિર તથા અન્ય મંદિરો યાત્રિકો માટે અચોક્કસ સમય સુધી બંધ રહેશે. આ સાથે ટ્રસ્ટના ભોજનાલય અને ધર્મશાળા ઉતારા પણ બંધ રાખવામાં આવશે. સામાજિક, ધાર્મિક અને રાજકીય આગેવાનો પણ આ નિર્ણયમાં સહકાર આપે તેવી ખાસ અપીલ છે અને કોઈ પણ વ્યક્તિ દર્શન કરવાનો આગ્રહ ન રાખે તેવી ખાસ અપીલ છે, એવું ટ્રસ્ટની અખબારી યાદીમાં જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS