સલાયા બંદર પર લાગ્યું ત્રણ નંબરનું ભયજનક સિગ્નલ
ઉચા મોજા અને ભારે પવનની આગાહી: ૫ દિવસ સુધી દરિયામાં ન જવા સૂચના: આઠ કલાક વીજ પૂરવઠો ખોરવાતા લોકો પરેશાન
હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી થઇ છે તેમજ જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તદ્દઉપરાંત દેવભુમી દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો સલાયા, વાડીનાર, ખંભાળીયા, કલ્યાણપુર સહિતના પંથકોમાં મેઘાનું આગમન ધીરે ધીરે થઇ રહ્યું છે, ગઇકાલે ખંભાળીયામાં ૮ થી ૧૦ એમએમ જેટલો વરસાદ નોંધાયો છે તેમજ સલાયા પંથકમાં પણ ગઇકાલે સવારથી હળવા ઝાપટા પડયા હતાં, ત્યારે પીજીવીસીએલ દ્વારા સલાયામાં લગભગ ૮ કલાક જેટલો પાવર કાપ કરવામાં આવ્યો હતો તેને કારણે સલાયાવાસીઓ પરેશાન થયા હતાં, આ વિકરાળ ગરમીમાં ઝાપટાના કારણે આંશીક રાહત તો મળી છે પરંતુ પીજીવીસીએલ દ્વારા પાવર સપ્લાય બંધ કરાતા લોકો ગરમીમાં હેરાન પરેશાન થયા હતાં.
સલાયામાં બંદર ઉપર ગઇકાલે ૩ નંબરનું સિગ્નલ લાગ્યું છે.જે ઊંચા મોજા અને ભારે પવનની આગાહી બતાવે છે.આ સમય દરમ્યાન દરિયામાં ઊંચા મોજા અને ભારે પવન વરસાદની આગાહી સૂચવી રહી છે. હાલ ૫ દિવસ સુધી દરિયામાં ન જવા સૂચના આપવામાં આવેલ છે.
ગઇકાલે સવારના સમયે હળવા વરસાદી ઝાપટા વરસ્યા હતા. આખો દિવસ વાદળછાયુ વાતાવરણ બન્યું હતું.સવારે ૧૧ વાગ્યા આસપાસથી વીજપુરવઠો ખોરવાયો હતો. દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ૬૬ કેવી પાવર લાઇનમાં મોટો ફોલ્ટ સર્જાતા ૮ કલાક સુધી વીજ પૂરવઠો બંધ રહ્યો હતો.જેથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.સાંજે ૭ વાગ્યા બાદ લાઇટ આવી હતી.