પસ્તીના ગોડાઉનમાં લાગેલી વિકરાળ આગમાં 30 લાખનું નુકસાન

  • March 08, 2021 03:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોડી રાત્રે લાગેલી આગનું કારણ જાણવા સીસીટીવી ફૂટેજની મદદ લેવાશે, સવાર સુધી ફાયરની ટીમે પાણીનો મારો ચલાવ્યો હતો, ટાંકાના ટાંકા ખાલી થઈ ગયા હોવા છતાં આગના લબકારા ચાલુ રહ્યા હતા

 


ભાવનગર રોડ પર ગુજરાત ટ્રેડર્સ નામના પસ્તીના ગોડાઉનમાં રાત્રીના આગ લાગતા ધીમે ધીમે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ફાયર બીગ્રેડની ટિમ દોડી ગઈ ગતિ આજે સવાર સુધી પાણીનો મારો ચલાવ્યો હતો છતાં પણ આગના લબકારા બંધ થવાનું નામ લેતા નહતા. આગમાં પસ્તી, પુઠા સહિત રૂ 30 લાખ નું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે, આગ કેવી રીતે લાગી તેના ચોક્કસ કારણો હજુ સામે આવ્યા નથી, કારણ જાણવા સીસીટીવી ફૂટેજ અને ડીવીઆરની મદદ મેળવાઈ રહી છે. બનાવને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો.

 

 


બનાવની પ્રાપ્ત વિગત મુજબ થોરાળા પોલીસ સ્ટેશન નજીક આવેલા ગુજરાત ટ્રેડર્સ નામના પસ્તી ના વિશાળ ડેલામાં મોડી રાત્રીના સાડા બારેક વાગ્યે આગ ભભૂકી ઉઠતાં લોકોના ટોળેટોળા દોડી ગયા હતા. આગની જ્વાળાઓથી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા હતા જેના કારણે  આસપાસ રહેતા લોકોમાં ભય ફેલાઇ ગયો હતો. ફાયર બ્રિગેડના નવ બંબાઓ આગ ઓલવવા રાતભર દોડતા રહ્યા હતાં. એમ છતાં સવાર સુધી આગ કાબુમાં ન આવતા  આગના લબકારા ચાલુ હતાં. અંદાજે 500 ટન જેટલો પસ્તી- પુંઠાનો માલ, હાઇડ્રોલીક મશીનો બળીખાક થઇ જતાં રૂ.30 લાખનું નુકસાન થયાનું જણાવાયું છે. ફાયર બ્રિગેડ સુત્રોના કહેવા મુજબ રાત્રે સવા બારેક વાગ્યા આસપાસ ગુજરાત ટ્રેડર્સ નામના ડેલામાં આગ લાગવાની જાણ થતાં બેડીપરા ફાયર બ્રિગેડ સ્ટેશનથી ફાયર ફાઇટરો પહોંચ્યા હતાં. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હોઇ સતત પાંચ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવા પ્રયાસ થયો હતો.

 

 

મુખ્ય ફાયર સ્ટેશનેથી બીજા બે ફાયર ફાઇટર, રેલનગરનું એક ફાયટર તથા કોઠારીયા, મવડી, રામાપીર ચોકડીના મળી કુલ 9 ફાયર ફાઇટરોએ પાણીના 40થી વધુ ફેરા કરી આગ ઓલવવા ભારે જહેમત ઉઠાવી હતી. જો કે અંદર પુઠા પસ્તીનો ખુબ મોટો જથ્થો હોઇ સવારે પણ આગના લબકારા ચાલુ રહ્યા હતાં. ડેલાના માલિક યામીનભાઇ મહમદભાઇ ગાંજાના કહેવા મુજબ આગમાં અંદાજે પાંચસો ટન જેટલી પસ્તી પુઠાનો જથ્થો તથા તેને પેક કરવાના ત્રણ હાઇડ્રોલીક મશીન, પતરાનો શેડ સહિતનું બળી ગયું હોઇ અંદાજે ત્રીસેક લાખનું નુકસાન થયું છે. આખો ડેલો પેક છે. પાછળના ભાગેથી આગ લાગ્યાનું પ્રાથમિક તારણ છે. રાતે મેઇન સ્વીચ પણ બંધ હતી. આગ અકસ્માતે લાગી કે લગાડાઇ? એ બહાર આવ્યું નથી. સીસીટીવી કેમેરાનું ડીવીઆર ચેક કયર્િ પછી તે અંગે જાણી શકાશે. સવારે પણ ત્રણ ફાયર ફાઇટર સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતાં. રાતભર બંબાના ફેરા ચાલુ હોઇ ભાવનગર રોડ વિસ્તાર સાયરનોથી ગાજતો રહ્યો હતો. બનાવને પગલે થોરાળા પોલીસનો કાફલો પણ પહોંચ્યો હતો અને ટોળે વળેલા લોકોને ત્યાંથી ખસેડયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS