રાજકોટ : સ્પા સેન્ટરમાં યુવક-યુવતીઓએ માણી દારૂની મહેફિલ, નશામાં બોલાચાલી થયા બાદ ડખ્ખો થતા કાચની બોટલ વડે એકબીજા પર હુમલો, પાંચને ઇજા

  • May 22, 2021 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીમાં રહેતા સ્પા સંચાલક સહિતનાએ દારૂની બોટલ માથામાં માર્યાનો આક્ષેપ: એક યુવતીએ નશામાં હોસ્પિટલમાં વોર્ડ બોયને લાફા માર્યા,ગુનો નોંધાયો: હાઉસ કીપરે યુવતી સાથે લગ્નની જીદ કરતા ડખ્ખો થયાની મેનેજરની કેફિયત

 


રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલા ન્યુ ડે સ્પામાં આજે સાંજના સમયે દારૂની મહેફિલમાં ડખ્ખો થયો હતો. અને સામસામી દારૂની બોટલ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં અહીં નોકરી કરતી મિઝોરમની ત્રણ યુવતી સહિત પાંચને ઇજા પહોંચી હતી.જેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

 


પ્રથમ સ્પાના સંચાલક મોરબી રહેતા ઇમરાન સહિતનાએ મળી હુમલો કર્યાની વાત સામે આવી હતી.બાદમાં સ્પામાં નોકરી કરતી યુવતી સાથે હાઉસકિપિંગનું કામ કરનાર શખસે લગ્નની જીદ કરતા આ મામલે બોલાચાલી થયા બાદ માથાકૂટ થઈ હોવાનું ઘાયલ મેનેજરે જણાવ્યું હતું તો પોલીસ સમક્ષ ઈજાગ્રસ્તએ પોતે ઓડી જતા ઇજા થઇ હોવાનું કહેતા ખરેખર મારમારી પાછળનું કારણ શું ? તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.હાલ આ મામલે પોલીસે નશાની હાલતમાં હોસ્પિટલમાં ધમાલ મચાવનાર યુવતી સામે પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી કરી છે.

 


આ ચર્ચાસ્પદ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના યુનિવર્સિટી રોડ પર એસ.બી.આઈ સામે જલારામ–૨ માં આવેલા ન્યુ ડે સ્પામાં ગઈકાલ સાંજના કામ કરતા કેટલાક યુવક યુવતીઓ દારૂની મહેફિલ માણતા હતા. આ મહેફિલ દરમિયાન કોઇ બાબતે એકબીજા સાથે અંદરોઅંદર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ એકબીજા પર કાચની બોટલ વડે સામસામે હુમલો કર્યેા હતો. આ ઘટનાની ગાંધીગ્રામ પોલીસને થતા ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં દારૂની મહેફિલ દરમિયાન મારામારી થયા હોવાનું સામે આવ્યું હતું.

 


જે બાદ ઇજાગ્રસ્ત અહીં સ્પામાં કામ કામ કરનાર મિઝોરમની કવિલા હેમપાલ લુસી (ઉ.વ ૨૩),મીના આહારાઈ (ઉ.વ ૩૬),પરમોયા આહારાઈ (ઉ.વ ૩૦) તથા અહીં હાઉસ સ્કીપિંગ તરીકે નોકરી કરનાર પરાપીપળીયાના અનિદ્ધ સંગરા (ઉ.વ ૧૭) ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.તેઓએ અહીં એવી હકીકત જણાવી હતી કે,સાંજના સ્પાના સંચાલક ઇમરાન અને અજાણ્યા શખસોએ ઝગડો કરી કાચની બોટલ માથામાં મારી દીધી હતી. દરમિયાન સ્પામાં કામ કરતી લુસીએ દારૂના નશામાં સિવિલ હોસ્પિટલમાં પણ ધમાલ મચાવી હતી.આવી વોર્ડ વોય વિનયને લાફો મારી દીધો હતો.જેથી તેને કાબુમાં લેવા અંતે તેના હાથ બાંધી દેવાની ફરજ પડી હતી.

 


આ બઘડાટીમાં છાતીમાં બોટલ લાગતા ઘવયેલા અને સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા સ્પાના મેનેજર રાજકોટમાં વિધાનગર ૧ રામકૃષ્ણ એપાર્ટમેન્ટમાં રહેતા વિજય ઉજેસિંગ વિશ્વકર્મા (ઉ.વ ૨૦) નામના નેપાળી યુવાને પોલીસ સમક્ષ એવી હકીકત જણાવી હતી કે, અહીં હાઉસ સ્કીપિંગનું કામ કરનાર અનિધે અહીં નોકરી કરનાર મીના સાથે લની જીદ પકડી હતી જે બાબતે બોલાચાલી થયા બાદ તે મધ્યસ્થી કરવા જતાં માથાકૂટ થઈ હતી અને તેને છાતીમાં બોટલ મારી દીધી હતી.

 


બીજી તરફ પોલીસે જણાવ્યું હતું કે હાઉસ કીપર અને મેનેજર બંનેએ પોલીસને એવી હકીકત જણાવી છે કે તેઓ પડી જતા તેમને ઈજા પહોંચી છે તેમજ સ્પાનો સંચાલક ઇમરાન મેમણ મોરબીનો હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે સ્પામાં ખરેખર મારામારી થવા પાછળનું સાચું કારણ શું? તે બાબતે પોલીસ તપાસ ચલાવી રહી છે. હાલ પોલીસે સિવિલ હોસ્પિટલમાં નશાની હાલતમાં ધમાલ મચાવનાર કવીલા લુસી સામે પ્રોહિબિશન એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઈ કે.એ. વાળાની રાહબરીમાં પી.એસ.આઇ જે.જી. રાણા તથા ટીમ તપાસ ચલાવી રહી છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS