રાજકોટમાં કોરોના કન્ટ્રોલમાં: ડેઇલી કેસ ૨૦૦થી ડાઉન

  • May 22, 2021 03:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મે મહિનામાં કેસની સંખ્યામાં લગાતાર ઘટાડો: પ્રાઇવેટ કોવિડ કેર સેન્ટરો બધં કરવા અરજીઓ આવવા લાગી: આરોગ્ય કેન્દ્રો અને ટેસ્ટ બુથ પર ટેસ્ટિંગ માટે આવતા શહેરીજનોની સંખ્યા પણ ઘટી ગઇ: બેડ, દવાઓ, ઇન્જેકશન, ઓકિસજન, વેન્ટિલેટર હવે પુરતા ઉપલબ્ધ

 


રાજકોટવાસીઓ માટે ખુશ ખબર છે કે મે મહિનાના પ્રારંભથી જ કોરોના કન્ટ્રોલમાં આવવા લાગ્યો છે. મે મહિનાના પ્રારંભે દરરોજ ૬૦૦થી વધુ કેસ મળતા હતાં, જયારે છેલ્લા ૨૧ દિવસમાં કેસ ઘટીને ૨૦૦થી ઓછા થઇ ગયા છે. કોવિડ કેર સેન્ટરો બધં થવા લાગ્યા છે અને હોસ્પિટલોમાં બેડની પુરતી ઉપલબ્ધી છે. જરૂરી દવાઓ, ઇન્જેકશન, ઓકિસજન અને વેન્ટિલેટરની હવે કોઇ અછત નથી. કોરોના વાયરસનું સંક્રમણ ઘટી ગયું છે તેમ છતાં નાગરિકોએ બિલકુલ બેદરકાર રહેવાની જરૂર નથી, હજુ પણ માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને હાથ સાબુ કે સેનિટાઇઝરથી સાફ કરતા રહેવા એટલા જ જરૂરી છે.

 


રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખાના ચિફ હેલ્થ ઓફિસર ડો.લલીત વાઝા (સેન્ટ્રલ ઝોન)એ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મે મહિનાના પ્રારંભથી કેસ સતત ઘટી રહ્યા છે તે વાસ્તવિકતા છે, તેમણે ઉમેયુ હતું કે ટેસ્ટિંગ પણ ઘટયું છે કારણ કે લક્ષણો જણાતા હોય તો નાગરિકો ટેસ્ટ કરાવવા માટે આવે અન્યથા મહાપાલિકા તત્રં દ્રારા કોરોનાનો કેસ મળે તેના કોન્ટેકટસનું ટ્રેસિંગ કરીને તેમના ટેસ્ટ કરવામાં આવતા હોય છે.

 


રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખાના ડેપ્યુટી હેલ્થ ઓફિસર (વેસ્ટ ઝોન) ડો.પી.પી.રાઠોડે આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટિ્રટમેન્ટની સાથે સાથે વેકિસનેશન પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. રાજકોટમાં હાલ સુધીમાં ૩.૫૦ લાખથી વધુ નાગરિકોને વેકિસનેટ કરાયા છે. હાલમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટતા ફરી વેકિસનેશન કેમ્પ માટેની અરજીઓ પણ આવવા લાગી છે.

 


રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખાના ડેપ્યુટી હેલ્થ ઓફિસર મનિષ ચુનારા (ઇસ્ટ ઝોન)એ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શહેરમાં હાલ સ્વામિનારાયણ ગુરૂકુળ સિવાયના કોવિડ કેર સેન્ટર પણ બધં થવા લાગ્યા છે. દર્દીઓની સંખ્યા ઘટતા કોવિડ કેર સેન્ટર બધં કરવા માટેની અરજીઓનું પ્રમાણ વધી ગયું છે.

 


રાજકોટ શહેરમાં ફેબ્રુઆરીમાં યોજાયેલી મહાપાલિકાની ચૂંટણીના પરિણામો બાદ માર્ચ અને એપ્રિલ–૨૦૨૧માં કોરોનાએ કાળો કહેર મચાવ્યો હતો. આ બે મહિનાના સમયગાળામાં શહેરમાં કોરોનાના ૧૪ હજાર કેસ નોંધાયા હતા તેમજ અનેક દર્દીઓના મૃત્યુ થયા હતાં. હોસ્પિટલોમાં બેડ ઉપલબ્ધ ન હતાં. હોસ્પિટલમાં બેડ મળી જાય તો જરૂરી દવા અને ઇન્જેકશન તેમજ ઓકિસજનના બાટલા અને વેન્ટિલેટર ન મળે તેવી સ્થિતિ હતી. કોરોના દર્દીનું મૃત્યુ થાય તેવા કિસ્સામાં સ્મશાનોમાં મૃતદેહોને અિદાહ આપવામાં પણ વેઇટિંગ હતું. સિવિલ હોસ્પિટલમાંથી મૃતક દર્દીઓના મૃતદેહો મેળવવામાં પણ બબ્બે ત્રણ ત્રણ દિવસ લાગતા હતાં. મૃતદેહ મળી ગયા બાદ સ્મશાનમાં અિદાહ માટે વેઇટિંગમાં રહેવું પડતું હતું. અંતિમવિધિ બાદ ડેથ સટિર્ફિકેટ માટે પણ લાંબી લાઇનો લાગતી હતી. જયારે મે મહિનાના પ્રારંભથી કોરોનાના કેસ ઘટતા રાજકોટવાસીઓએ રાહત અનુભવી છે.

 


અત્રે ઉલ્લેખનીય છે કે મે મહિનાના અંતિમ સાહમાં કોરોનાના કેસ ઘટીને કદાચ ૧૦૦થી નીચે પહોંચી જાય તો નવાઇ રહેશે નહીં. રાજકોટ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટાડવા માટે મહાપાલિકા તંત્રએ પુરી મહેનત કરી છે તેમાં શંકાને સ્થાન નથી પરંતુ સાથે સાથે ઉચ્ચ કક્ષાએથી તેમજ રાય સરકારમાંથી મળતી સુચનાઓને અનુલક્ષીને કોરોનાના કેસના આકં ઘટાડવામાં પણ અલગ અલગ પ્રકારે પુરી મહેનત કરી છે! જોકે, સો વાતની એક વાત કહીએ તો કોરોનાના કેસ ઘટી ગયા છે તે વાસ્તવિકતા છે.

 

સ્વામિનારાયણ ગુરૂકુળ સિવાયના કોવિડ કેર સેન્ટર બધં થવા લાગ્યા
રાજકોટ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં કાર્યરત મોટાભાગના કોવિડ કેર સેન્ટર હવે બધં થવા લાગ્યા છે. શહેરમાં હાલ સ્વામિનારાયણ ગુરૂકુળનું કોવિડ કેર સેન્ટર કાર્યરત છે તેમજ ગુર્જર સુથાર સમાજ દ્રારા શરૂ કરાયેલું કોવિડ કેર સેન્ટર અને પેટ્રીયા ચાલુ છે. કોરોનાનું સંક્રમણ ઘટવા લાગતા મોટાભાગના કોવિડ કેર સેન્ટર બધં થઇ ગયા છે.  હવે દર્દીઓના અભાવે કોવિડ કેર સેન્ટર બધં કરવા માટે અરજીઓ આવવા લાગી છે. હાલમાં શહેરમાં કાર્યરત વિવિધ કોવિડ કેર સેન્ટરમાં સૌથી વધુ દર્દીઓ સ્વામિનારાયણ ગુરૂકુળના કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઇ રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS