દડીયાના દંપતિને મારી નાખવાની ધમકી દીધાની એસઆરપી જવાન સામે ફરીયાદ
પાણીનો ટાંકો તોડી નાખ્યાની પંચાયતમાં કરેલી અરજીનો ખાર કારણભુત
જામનગર નજીક અગાઉ ગ્રામ પંચાયતમાં આપેલી અરજીનો ખાર રાખીને દંપતીને અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી દીધાની એસઆરપીમાં નોકરી કરતા શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે.
દડીયા ગામમાં હોલ સામેના વિસ્તારમાં રહેતી વાલીબેન અશોકભાઇ ચૌહાણ (ઉ.વ.૪૦) નામની મહિલાએ ગઇકલો પંચ-બીમાં દડીયા ગામમાં રહેતા એસઆરપી ગ્રુપ ચેલા નોકરી કરતા ભરત ડનેચા વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી છે.
આરોપીઓએ તેના ઘર બહાર આવેલ ટાંકો તોડી પાડેલ હોય જે બાબતે ફરીયાદી મહિલાના પતિ અશોકભાઇએ ગ્રામ પંચાયતમાં આપી હતી જે વાતનો ખાર રાખીને આરોપીએ ફરીયાદી તથા તેના પતિને થોડા દિવસ પહેલા અપશબ્દો બોલી ફરીયાદ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, આ અંગેનો મામલો પોલીસમાં પહોચતા ફરીયાદ નોંધીને પંચ-બી પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application