કેકેવી ચોક ઓવરબ્રિજ પ્રોજેકટ માટે એક ડઝન વૃક્ષોનું છેદન

  • March 04, 2021 03:02 PM 

હોલી સેન્ટ્સ સ્કૂલ, બોનાન્ઝા બ્યુટીપાર્લર બિલ્ડિંગ બહાર, વિમલનાથજી જૈન દેરાસર માર્ગ કોર્નર, સદ્ગુરુ ટાવર્સ એપાર્ટમેન્ટ પાસે અને સેન્ટ મેરીઝ સ્કૂલની સામેના ભાગેથી વર્ષો જૂના લીલાછમ્મ લીમડા કાપી નખાયા: મહાપાલિકાએ રાતોરાત ઓપરેશન પાર પાડયું

 


રાજકોટ મહાપાલિકાના પશ્ર્ચિમ ઝોન હેઠળના વોર્ડ નં.8માં નિમર્ણિ થનારા કેકેવી ચોક ડબલ ડેકર ફલાયઓવર બ્રિજ પ્રોજેકટના કામે ગતરાત્રે હોલી સેન્ટ્સ સ્કૂલથી સેન્ટમેરીઝ સ્કૂલની સામે સુધીના વિસ્તારમાં આવેલા અંદાજે 25થી 30 વર્ષ જૂના એક ડઝન જેટલા લીલાછમ્મ ઘેઘૂર લીમડા મહાપાલિકા તંત્ર દ્વારા કાપી નાખવામાં આવ્યા હતા. આ સમગ્ર ઓપરેશન મધરાતથી વહેલી સવાર સુધીમાં પાર પાડવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

 


વિશેષમાં સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ કાલાવડ રોડ પર ડોમીનોઝ પિત્ઝા સામે આવેલી હોલી સેન્ટ્સ સ્કૂલની બાજુમાં આવેલા વર્ષો જૂના લીમડા ત્યાંથી તે જ લાઈનમાં આગળ વધતા બોનાન્ઝા બ્યુટીપાર્લરવાળા બિલ્ડિંગ (જૂનું અનુગ્રહ એપાર્ટમેન્ટ હતું તે બિલ્ડિંગ) અને ત્યાંથી આગળ વિમલનાથજી દેરાસર માર્ગ કોર્નર પરનો લીમડો અને ત્યાંથી આગળ વોકહાર્ટ હોસ્પિટલની બરાબર સામે આવેલા સદ્ગુરુ ટાવર્સ એપાર્ટમેન્ટની બહારના લીમડા અને ત્યાંથી આગળ વધતા સેન્ટ મેરીઝ સ્કૂલની સામે સૂર્યોદય સોસાયટી શ થાય ત્યાંથી રોડ ટચ આવેલા તુલીપ એપાર્ટમેન્ટ, સ્ટાર પેલેસ એપાર્ટમેન્ટ અને પંચનાથ કોમ્પ્લેકસ અને સંકીર્તન મંદિર સુધીના કાલાવડ રોડ પર આવેલા અંદાજે એક ડઝન જેટલા લીમડાના ઘેઘૂર વૃક્ષો બ્રિજ પ્રોજેકટમાં નડતરપ હોય કાપી નાખવામાં આવ્યા હતા. જે વૃક્ષો કપાત કરાયા તે અંદાજે 25થી 30 વર્ષ જૂના હતા અને તેમાં લીમડા ઉપરાંત દાતણ માટે વપરાશમાં લેવાતા કરંજના વૃક્ષો પણ હતા તેમજ એક પીપળો પણ હતો.

 


કાલાવડ રોડ પરના ઉપરોકત વિસ્તારોના રહીશોમાં એવી પણ હતી કે બ્રિજમાં નડતરપ હોવાનું કહી વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે પરંતુ આ જ રોડ સાઈડ પર રોડ ટચ બે બિલ્ડિંગ સાઈટનું બાંધકામ પણ ચાલુ છે અને અમુક લીમડા તે બિલ્ડિંગ સાઈટના એલિવેશનમાં પણ નડતરપ થતા હતા ! જેથી બ્રિજનું નામ અને સાથે સાથે બિલ્ડરનું કામ પણ થઈ ગયું હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું.

 


દરમિયાન આ અંગે મહાપાલિકાના પાર્ક ડાયરેકટર ડો.હાપલિયાનો સંપર્ક સાધતા તેમણે આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઓવરબ્રિજ પ્રોજેકટમાં નડતરપ વૃક્ષો દૂર કરવામાં આવ્યા છે અને સંપૂર્ણ મંજૂરીથી કામગીરી કરાઈ છે. બ્રિજ પ્રોજેકટ માટેનો સર્વિસ રોડ બનાવવામાં આ વૃક્ષો નડતરપ હતા જેથી દૂર કરવામાં આવ્યા છે. જો કે કેટલા વૃક્ષો દૂર કરાયા તે અંગેની સંખ્યા તેમણે જણાવી ન હતી અને આ મુદ્દે મગનું નામ મરી પાડવાના બદલે ભેદી મૌન સેવી લીધું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS