કોવિડ-19 પ્રોટોકોલનું પાલન ન કરવાને કારણે સ્થિતિ બગડી
દેશના 11 રાજ્યોમાં કોરોના વાયરસ ની સ્થિતિ ગંભીર છે અને આંકડા ચિંતા વધારી રહ્યાં છે. નવી દિલ્હી સ્થિત ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ મેડિકલ સાયન્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાનું કહેવુ છે કે કોવિડ-19 પ્રોટોકોલનું પાલન ન કરવાને કારણે સ્થિતિ બગડી છે અને સ્થિતિ તેવી થઈ રહી છે જેવી ક્રિસમસ બાદ બ્રિટનમાં જોવા મળી હતી. રજૂ છે આ સંબંધમાં તેમણેપત્રકારોના પાંચ સવાલના જવાબ આપ્યા હતા.
સવાલ: ઘણા રાજ્યોમાં કોરોના વાયરસ સંક્રમણ ખુબ ઝડપથી વધી રહ્યું છે, કેટલાક રાજ્યોમાં સ્થિતિ ચિંતાજનક છે. એકવાર સંક્રમણ ઘટ્યા બાદ તેજીને તમે કઈ રીતે જુઓ છો?
જવાબ: કોરોના વાયરસ સંક્રમણના મામલા ઓછા થયા બાદ લોકો વિચારવા લાગ્યા કે કોરોના ખતમ થઈ ગયો છે અને રસીકરણ શરૂ થયા બાદ બેદકરકારી સ્પષ્ટ રૂપે સામે આવી છે. માસ્ક લગાવવા, ભીડ ભેગી ન થવી અને બે ગજની દૂરી રાખવાના પ્રોટોકોલને નજરઅંદાજ કરવામાં આવ્યો. રસી લગાવ્યા બાદ લોકો વિચારવા લાગ્યા કે બધુ બરાબર થઈ ગયું છે. તેનાથી સંક્રમણના કેસ ફરી વધવા લાગ્યા છે.
સવાલ: કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર કેટલી પ્રભાવી છે? શું તેમાં વાયરસના કોઈ પ્રભાવી સ્વરૂપ્ની કોઈ ભૂમિકા સામે આવી છે?
જવાબ: વાયરસ પણ સતત સ્વરૂપ બદલી રહ્યો છે, આપણે ખ્યાલ નથી કે નવો વાયરસ કેટલો પ્રભાવી છે. જો વાયરસનું કોઈ નવું સ્વરૂપ એવા માહોલમાં આવ્યો કે કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું નથી, ત્યાં તે ખુબ ઝડપથી ફેલાઈ છે. આવી સ્થિતિ આ વખતે જોવા મળી છે. આ વખતે સંક્રમણની ગતિ ખુબ ઝડપી છે અને ચિંતાનો વિષય છે. દેશમાં જે પ્રકારે કોરોનાના આંકડા એકવાર ફરી વધી રહ્યાં છે, તેને જોતા તેવી આશંકા છે કે વાયરસનું કોઈ એવું સ્વરૂપ પ્રવેશ કરી ગયું હોય અને ઝડપથી ફેલાઈ રહ્યું છે. આ એવી સ્થિતિ જોવા મળી રહી છે જેવી ક્રિસમસ બાદ બ્રિટનમાં જોવા મળી હતી.
સવાલ: કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે શું ફરી લોકડાઉન લગાવવું વ્યાવહારિક રહેશે?
જવાબ: જે સ્થાનો પર કેસ વધી રહ્યાં છે, ત્યાં નાના પ્રતિબંધિત વિસ્તાર બનાવવા કે તે વિસ્તારમાં નાનું લોકડાઉન લગાવવું સારૂ રહેશે. આ ક્ષેત્રોમાં તે વાત પર ધ્યાન આપવું પડશે કે કોઈ ત્યાંથી બહાર ન નિકળે અને ન કોઈ અંદર જાય. આ સ્થિતિ બે સપ્તાહ સુધી બનાવી રાખવી પડશે. તેવું એટલા માટે કારણ કે હજુ લોકો પ્રભાવિત વિસ્તારથી બીજા ક્ષેત્રોમાં આવી રહ્યાં છે અને સંક્રમણ ફેલાઈ રહ્યું છે.
સવાલ: શું કોરોના વાયરસની વેક્સિન લેવામાં ઉંમર મયર્દિા સમાપ્ત કરી દેવી જોઈએ?
જવાબ: જો આદર્શ સ્થિતિ હોય તો બધા લોકોને રસી લગાવવી જોઈએ. પરંતુ ભારતની મોટી જનસંખ્યાને જોતા આપણે તે વાત પર ધ્યાન આપવું પડશે કે દેશમાં રસી ઉત્પાદનની સ્થિતિ શું છે. 18 વર્ષથી વધુ ઉંમરની આશરે એક અબજ વસ્તીને જોતા આપણે બે અબજ રસીના ડોઝની જરૂર પડશે. હજુ કોવિશીલ્ડ અને કોવેક્સીનની બે રસી ભારતમાં બની રહી છે. આટલી મોટી સંખ્યામાં તત્કાલ રસી ઉપલબ્ધ નથી. રસીની ઉંમરની મયર્દિા સમાપ્ત કરવાથી તેવા લોકોને રસી મોડી લાગવાની આશંકા રહેશે જેને પહેલા તેની જરૂર છે. રસીની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખતા ધીરે-ધીરે તેને ઓછી ઉંમરના લોકોને સામેલ કરવા જોઈએ.
સવાલ: શું વર્તમાન સ્થિતિને તમે કોરોના સંક્રમણની બીજી લહેરની પીક માનો છો?
જવાબ: વર્તમાન સ્થિતિને કોરોના સંક્રમણની બીજી લહેરની પીક ન કહી શકાય. હજુ વધુ સમય લાગશે. હજુ કેસ વધશે. તેવામાં લોકોએ બે ગજની દૂરી રાખવી જોઈએ અને માસ્ક પહેરવું જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationદ્વારકા : દરિયામાંથી મળ્યો મહિલાનો મૃતદેહ
April 15, 2021 07:32 PMરાજકોટ : મૃતદેહ મેળવવા માટે થાય છે ૧૮ કલાક
April 15, 2021 07:28 PMરાજકોટ : દાણાપીઠમાં દુકાનો બપોરના 3 વાગ્યા બાદ રહેશે બંધ
April 15, 2021 07:25 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech