કોરોનાનો કહેર વધતા મધ્યપ્રદેશના પાંચ શહેરોમાં પણ આજથી રાત્રિ કર્ફ્યુ

  • November 21, 2020 11:33 AM 447 views

 

  • દિલ્હીમાં પણ કફર્યુ લાગી શકે: ઈન્દોર, ભોપાલ, ગ્વાલિયર, રતલામ અને વિદિશામાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીકર્ફ્યુ રહેશે


મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં હવે બીજીવખત લોકડાઉન લાગુ નહીં થાય. પણ, કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખતા સરકારે 5 શહેરોમાં નાઈટ કર્ફ્યુ અને કેટલાંક પ્રતિબંધો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. મધ્યપ્રદેશમાં ઈન્દોર, ભોપાલ, ગ્વાલિયર, રતલામ અને વિદિશામાં આજે એટલે કે તારીખ 21 નવેમ્બરથી દરરોજ રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ રહેશે. રાજ્યમાં ધોરણ 8 સુધીની શાળાને 31 ડિસેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હીમાં પણ કફર્યુ લગાવવાની વિચારણા શ થઇ છે અને આજે સાંજ સુધીમાં આ અંગેનો નિર્ણય લેવાઇ જવાની શકયતા દિલ્હી સરકારના વર્તુળોએ દશર્વિી છે.


મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે કોરોના વાયરસના સંક્રમણના કેસો ઈન્દોર, ભોપાલ, ગ્વાલિયર, રતલામ અને વિદિશા શહેરોમાં વધુ છે. આ જિલ્લાઓમાં તારીખ 21 નવેમ્બરથી આગામી આદેશ સુધી રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. આ દરમિયાન દુકાનો અને વ્યાવસાયિક સ્થળો બંધ રહેશે. ઈમરજન્સીની સ્થિતિમાં સામાન્ય નાગરિકને આ દરમિયાન અવર-જવર માટેની પરવાનગી મળશે. આ સિવાય જે શહેરોમાં કોરોના વાયરસના વધારે કેસ જોવા મળશે ત્યાં રાત્રિ કર્ફ્યુ લાગુ થઈ શકે છે. જેનો અધિકાર જિલ્લા મેજિસ્ટ્રેટની પાસે હશે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની અવર-જવર કરતા ટ્રાન્સપોર્ટને રોકવામાં આવશે નહીં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application