રાજકોટમાં ગણેશોત્સવમાં કરફયુ મુકિત ૧૨ વાગ્યા સુધી, દર્શનની છૂટ ૧૧ સુધી જ

  • September 10, 2021 10:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેર ગણેશોત્સવને લઈને પોલીસ દ્રારા પણ ગાઈડલાઈન જાહેર કરાઈ છે. જેમાં આવતીકાલથી દસ દિવસ તા.૧૯ સુધી કફર્યુ મુકિત રાત્રે બાર વાગ્યા સુધીની છે પરંતુ દર્શન માટે પંડાલ ૧૧ સુધી જ રહેશે. ત્યારબાદ દર્શન બધં કરવાના રહેશે. એકાદ કલાકના સમયગાળા દરમિયાન આયોજકોથી લઈ દર્શનાર્થીઓ સુધીનાઓએ પોતાના રહેણાંકો કે નિયત સ્થળોએ પહોંચી જવાનું રહેશે. રાત્રે બાર વાગ્યાથી કફર્યુ સવારે છ સુધી અમલી રહેશે અને પોલીસ દ્રારા ૧૨ વાગ્યા પછી કફર્યુ ભગં અંગેની કાર્યવાહી કરાશે.

 

કોવિડને લઈને રાય સરકારે જાહેર કરેલા નિયમન મહાનગરોની કફર્યુ મુકતના ફેરફાર સાથે રાજકોટ શહેર પોલીસે ગાઈડલાઈન મુજબ અનુસરશે. આવતીકાલ તા.૧૦થી તા.૧૯ સુધી દસ દિવસ કફર્યુ મુદત રાત્રે ૧૧ના બદલે ૧૨ વાગ્યાથી એક કલાક મોડી અમલી બનશે. જેથી આયોજનો અને દર્શનાર્થીઓને ધાર્મિક પ્રસંગો, ઉત્સવોનો લાભ મળી રહે પરંતુ ૧૨ વાગ્યાની મુદત કફર્યુ અમલના શરૂઆતની છે. જેથી રાજકોટમાં ગણેશોત્સવના આયોજનો અને એ અનુલક્ષીને રોજિંદા કરાતા ધાર્મિક કે આવા આયોજનો, કાર્યક્રમો મોડામાં મોડા ૧૧ વાગ્યા સુધીમાં આરોપી લઈ દર્શન પંડાલ ૧૧ વાગ્યા પછી બધં કરવાના રહેશે.

 


આ ઉપરાંત આવતીકાલે ગણેશ સ્થાપન અને વિસર્જનના દિવસે આ આયોજનમાં માત્ર ૧૫ વ્યકિતઓ જ જોડાઈ શકશે. ગણેશ મહોત્સવ પંડાલ–મંડપમાં દર્શનાર્થીઓ વચ્ચે સામાજિક અંતર જળવાય રહે એ માટે યોગ્ય અંતરે દર્શન માટેના રાઉન્ડ કરવાના રહેશે.

 


પંડાલ આયોજનમાં માત્ર પૂજા, આરતી અને પ્રસાદી વિતરણ જ કરી શકાશે. સ્થાપન અને વિસર્જન એક જ વાહનમાં કરવાનું રહેશે. શોભાયાત્રા માફક વાહનો નહીં નીકળી શકે. ઘરમાં સ્થાપન થતા ગણેશજીની મૂર્તિઓનું ઘરે જ વિસર્જન થાય તેવી વ્યવસ્થા બનાવવા પણ પોલીસ દ્રારા અપીલ કરાઈ છે. ડીજે, બેન્ડ માટે પોલીસની પૂર્વ મંજૂરી લેવાની રહેશે અને સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈ મુજબ માઈકો, સાઉન્ડ રાત્રે દશ વાગ્યા સુધી જ વગાડી શકાશે.

 


ગણપતિ વિસર્જનના નક્કી કરવામાં આવેલા રૂટને કલર કોડ આપવામાં આવ્યા છે જે કલર કોડ મુજબ જ ગણપતિની મૂર્તિનું વિસર્જન થઈ શકશે. જાહેર આયોજનોમાં મૂર્તિઓ ચાર ફટ અને ઘરેલું આયોજનોમાં બે ફટની રહેશે. જાહેરનામાનો ભગં કરનારાઓ સામે કાર્યવાહી કરાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS