અમદાવાદમાં કર્ફ્યુ પહેલા કાલુપુર માર્કેટમાં ઉમટી ભીડ

  • November 20, 2020 09:52 AM 601 views

અમદાવાદમાં કોરોનાના કેસ વધતાં તંત્ર દ્વારા 60 કલાકનું કર્ફ્યુ લાદવામાં આવ્યું છે. આ નિર્ણયની જાહેરાત થયા બાદ આજે સવારના સમયે શહેરની કાલુપુર માર્કેટમાં ભારે ભીડ જોવા મળી હતી. 

દિવાળીના તહેવાર સમયે થયેલી ભીડ અને શિયાળાની શરુઆત સાથે કોરોનાના કેસ વધતાં તંત્ર દ્વારા સંક્રમણને કાબુમાં લેવા મહત્વનો નિર્ણય લેવાયો હતો. પરંતુ કર્ફ્યુ પુર્વે આજે લોકોએ ફરી સમાજિક અંતર જાળવવાના નિયમને નેવે મુકી અને ખરીદી કરી હતી.

સવારના સમયથી જ અમદાવાદની કાલુપુર માર્કેટમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. લોકો સોમવારે સવારે 6 કલાક સુધી કર્ફ્યુ રહેવાની વાતના કારણે ખરીદી કરવા નીકળી પડ્યા હતા. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application