ડિજિટલ સેવા ગામડાંઓમાં વિસ્તારવા રૂ.16 કરોડ

  • March 03, 2021 04:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ માટે રૂ.563 કરોડની જોગવાઈ: ડેટા રિકવરી સેન્ટર માટે ા.65 કરોડનાગરિકોને જિલ્લા અને તાલુકા કક્ષાએ પ્રાપ્ત થતી નાગરિકલક્ષી સેવાઓ પોતાના ગામમાં જ મળી રહે એ હેતુથી મુખ્યમંત્રી વિજયભાઈ પાણી દ્વારા ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમની શઆત કરવામાં આવી છે. આ નવતર કાર્યક્રમ થકી 55 જેટલી વિવિધ સેવાઓનો લાભ 9,112 ગામડાઓમાં 30 લાખથી વધારે લોકોને આપવામાં આવેલ છે. આ વ્યવસ્થાને સુદૃઢ બનાવવા માટે રૂ.16 કરોડની જોગવાઈ.

 


ભારતને પ્રોજેકટ હેઠળ ફેઈઝ-વનમાં અત્યાર સુધી રાજ્યની 6460 ગ્રામપંચાયતોને હાઈ બેન્ડવીથ પુરી પાડવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. ફેઈઝ-2માં વધુ 7522 ગ્રામ પંચાયતોને કનેક્ટિવિટી પુરી પાડવા માટે રૂ.154 કરોડની જોગવાઈ.

 


સાયન્સ સિટી ખાતે ફેઝ-1 પ્રોજેકટ અંતર્ગત આઈમેકસ થિયેટર, મ્યુઝિકલ ફાઉન્ટેન અને કેફેટેરિયાના નવિનીકરણ માટે તથા ફેઝ-2 પ્રોજેકટ હેઠળ એકવેટિક અને રોબોટિકસ ગેલેરી તથા એસ્ટ્રોનોમી અને સ્પેસ સાયન્સ ગેલેરીના બાંધકામ માટે 80 કરોડની જોગવાઈ.

 


રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી ઓનલાઈન સેવા સંદર્ભે ડેટા રિકવરી સેન્ટરની સ્થાપ્ના માટે રૂ.65 કરોડની જોગવાઈ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application