લઘુ ઉધોગો માટે રૂપિયા ૫૦ હજાર કરોડનું રોકાણ

  • June 27, 2020 11:02 AM 688 views


સરકાર લઘુ ઉધોગોમાં ૧૫ ટકા હિસ્સેદારી ખરીદી લેશે

દેશમાં મહામારી પેદા થયા બાદ સતત પડકારોનો સામનો કરી રહેલા એમએસએમઈ સેકટરને નાણાકીય મદદ પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર આ લઘુ ઉધોગો માં ૧૫ ટકા સુધીની ભાગીદારી ખરીદી લેશે તેવો નિર્ણય લેવાયો છે.


કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ મુજબની જાહેરાત કરી છે અને એમ કહ્યું છે કે સરકાર લઘુ ઉધોગો ના વિકાસ માટે પિયા ૫૦ હજાર કરોડ સુધીનું રોકાણ કરશે અને એમ.એસ.એમ.ઈ ના વિકાસ ના માર્ગમાં બધા જ અવરોધ દૂર કરવામાં આવશે.


તેમણે એવી માહિતી આપી છે કે દેશમાં કામ કરી રહેલા લાખો એકમોમાં ભાગીદારી ખરીદવાનો આધાર રેટિંગ પર હશે. જે કંપનીનું રેટિંગ ઐંચું હશે તેમાં ૧૫ ટકાની ભાગીદારી સરકાર ખરીદી લેશે.
ત્યારબાદ આવી કંપનીઓને શેરબજારમાં લિસ્ટેડ કરવામાં આવશે અને આગામી બેથી ત્રણ વર્ષ બાદ બજારમાં તેજી આવશે અને ત્યાં સુધી સરકાર પોતાની હિસ્સેદારી વેચીને નફો વસૂલી લેશે.
ત્યારબાદ સરકારને જે નવી આવક થશે તેનાથી ફરીવાર એમ.એસ.એમ.ઈ માં રોકાણ કરવામાં આવશે અને એમ કરવાથી લઘુ ઉધોગોની નાણાકીય જરિયાત પૂરી થતી રહેશે.


દેશના કેટલાક અર્થશાક્રીઓએ એમ કહ્યું છે કે દેશભરમાં છ કરોડ જેટલા એમ.એસ.એમ.ઈ યુનિટો કાર્યરત છે અને તેમાંથી પાંચથી છ લાખ મધ્યમ કક્ષાના છે અને મોટા પણ છે. જો આવી રીતે આયોજન થશે તો નાના એકમો બધં નહીં પડે અને લાખો લોકોને રોજગાર મળતો રહેશે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application