2019માં આ 18 બેન્ક સાથે થઈ 1.17 લાખ કરોડની છેતરપિંડી

  • February 14, 2020 11:10 AM 27 views

૨૦૧૯ માં એટલે કે વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એપ્રિલથી ડિસેમ્બર માસ સુધીમાં દેશમાં ૧૮ જેટલી સરકારી બેંકો સાથે કુલ પિયા૧.૧૭ લાખ કરોડની છેતરપિંડી થઇ હોવાનો પર્દાફાસ થયો છે.


આર.ટી.આઈ કાર્યકર્તા ચંદ્રશેખર ને માહિતીના અધિકાર હેઠળ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્રારા આ માહિતી મળી છે. ૧૮ બેઠકો પૈકી એસબીઆઈ સૌથી વધુ શિકાર બની છે.
ડિસેમ્બર ૧૯ એટલે કે નવ મહિના દરમિયાન એસબીઆઈ દ્રારા ચીટીંગ ના૪૭૬૯ મામલા નોંધવામાં આવ્યા છે. કુલ પિયા૩૦,૩૦૦ કરોડની છેતરપિંડી કરવામાં આવી છે અને બાકીની ૧૭ બેંકો ના આંકડા પણ આવા જ રહ્યા છે જોકે એસબીઆઈ માં સૌથી વધુ ગોટાળા થયા છે.


બેંક ઓફ બરોડા ,યુનિયન બેંક, ઓરીએન્ટલ બેંક, કેનેરા બેન્ક, સિન્ડિકેટ બેન્ક, કોર્પેારેશન બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર્ર, યુકો બેન્ક, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા સહિતની ઘણી બધી બેંકોમાં છેતરપિંડી મોટા પ્રમાણમાં થઈ હોવાનું આર.ટી.આઈ કાર્યકર્તા ને જાણવા મળ્યું છે.