રાજકોટ : રેસકોર્સમાં નીકળ્યા એક પછી એક ચાર કોબ્રા, સામાજિક કાર્યકરે કેવી રીતે પકડ્યા સાપ જુઓ Video

  • July 10, 2021 01:30 PM 

જો તમે પણ સાંજના સમયે રેસકોર્સના ગાર્ડનમાં કે આસપાસની જગ્યાએ વોક કરવા કે પછી બેસવાનો આનંદ માણો છો ? જો હા તો આજથી ત્યાં જતા પહેલા આસપાસ ચેક કરી લેજો કે તમારી સાથે ત્યાં કોબ્રાના બચ્ચાં પણ ખુલ્લી હવાની મજા નથી માણી રહ્યાને... 

 

રાજકોટના લોકો માટે સાંજના સમયે બેસવા અને ફ્રેશ થવા જવા માટેની જગ્યા એટલે કે રેસકોર્સ. અહીં લોકો શાંતિથી બેસે છે, ઘણા લોકો ગાર્ડનમાં વોક કરી સ્વાસ્થ્ય સુધારે છે તો કેટલાક લોકો બાળકોને લઈ મસ્તી કરતા જોવા મળે છે. પરંતુ શુક્રવારે અહીં થોડી દોડધામ જોવા મળી હતી. કારણ કે અહીં એક પછી એક એમ 4 કોબ્રા સાપના બચ્ચા નીકળી પડ્યા હતા. 

 

રેસકોર્સના બગીચા તથા સ્ટેડિયમ પાસેથી અડધી કલાકમાં 4 કોબ્રા સાપ નીકળતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. જો કે અહીં મુન્નાભાઈ નામના એક સામાજિક કાર્યકર હતા તેમણે આ ચારેય સાપને બોટલમાં પુરી અને દૂર સ્થળે મુકવાનું કામ કર્યું હતું જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. 

 

આ ઘટના બાદ અહીં આવતા લોકોની એવી પણ માંગ છે કે બગીચામાં જે ચાલવાનો ટ્રેક છે તેની આસપાસ વધેલી ઝાડની ડાળીઓને કાપવામાં આવે અને જે લાઈટો બંધ છે તેને ચાલુ કરવામાં જેથી ચોમાસાના આ સમયમાં આ રીતે જો ઝેરી સાપ નીકળે તો કોઈ દુર્ઘટના ન સર્જાય. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS