ફુટબોલના સ્ટાર ખિલાડી રોનાલ્ડોની સદી, 100 ગોલ કરનારા માત્ર બીજા નંબરના ખિલાડી

  • September 11, 2020 02:45 PM 517 views

ફુટબોલ જગતનો ખ્યાતનામ ખિલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો હવે આંતરરાષ્ટ્રીય ફુટબોલ મેચમાં 100 ગોલ કરનારા દુનિયાના બીજા નંબરના ખિલાડી બની ગયા છે. રોનાલ્ડોએ આ સિદ્ધિ મંગળવારના રોજ પોર્ટુગલની નેશનલ લીગમાં સ્વીડનને હરાવ્યા બાદ મેળવી હતી. આ પહેલા ઈરાનના સ્ટ્રાઈકર અલી દેઈના ખાતામાં 109 ઉપર ગોલ કરવાનો રેકોર્ડ છે. આ સાથે રોનાલ્ડો તેમનો રેકોર્ડ તોડવામાં હવે 9 ગોલ જ દૂર છે.

 

આ સિદ્ધિ વિશે વાત કરતા રોનાલ્ડોએ જણાવ્યુ હતુ કે 100 ગોલ કરવાની સિદ્ધિ મેળવવામાં હું સફળ રહ્યો છું. હવે હું નવા રેકોર્ડ માટે તૈયાર છું. બસ તે થોડા ડગલા જ દૂર છે. પરંતુ તેને લઈને હું જનૂની નથી કારણ કે રેકોર્ડ સ્વાભાવિક રીતે જ બની જતા હોય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application