માતલપરના યુવાનની હત્યાના મામલે 5 સામે નોંધાયો ગુનો

  • November 21, 2020 10:36 AM 277 views

મૃતક યુવાનના પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે બગદાણા પોલીસે હાથ ધરેલી કાર્યવાહી

જેસરના માતલપર ગામે યુવાનની થયેલી હત્યાના મામલે 5 શખ્સો સામે મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેસર તાલુકાના માતલપર ગામે રહેતા અને ટેમ્પો ચલાવવાનો વ્યવસાય કરતાં સુરેશભાઈ હરિભાઈ રાઠોડ (ઉં.વ. 27) પર છરીના ઘા ઝીંકી તેની હત્યા નિપજાવવાના મામલે મૃતકના પિતા હરિભાઈ કાળાભાઈ રાઠોડ (ઉં.વ. 50) એ બગદાણા પોલીસ મથકમાં એવી ફરિયાદ નોંધાવી હતી કે મુકેશ મનુ ભાલીયા, હિમંત જોધા ચુડાસમાં અને ગોબર નગા ભાલીયાએ પોતાના પુત્ર સુરેશને કામ ચીંધ્યું હોય જે અંગે સુરેશે ના કહ્યાની દાઝ રાખી ઉપરોક્ત ત્રણે’ય શખ્સોએ સુરેશભાઈને ઉપાડી જઈ અન્ય બે અજાણ્યા શખ્સો મળી સુરેશભાઈની હત્યા કરી નાસી છુટ્યા હતા. હરિભાઈની ફરિયાદના આધારે બગદાણા પોલીસે પાંચેય શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application