આ ક્રિકેટરને મિત્રની ગર્લફ્રેન્ડ સાથે રેપ બદલ થઈ હતી જેલ, અપીલ બાદ પણ સજા કોર્ટે રાખી યથાવત

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


દુનિયાના પ્રસિદ્ધ ખેલ માંથી એક  એટલે ક્રિકેટ. ક્રિકેટની રમતને જેન્ટલમેન ગેમના ખિતાબથી નવાજવામાં આવે છે પરંતુ કેટલા ક્રિકેટર એવા પણ છે જેમણે પોતાના કામના કારણે રમત જગતને બદનામ કર્યું હોય. તેમજ કેટલાક એવા જ ગમે અપરાધ કર્યા હોય કે જેના કારણે તેમનું નામ ખૂબ જ ચર્ચાયું હોય. 

 

એક ક્રિકેટ ખેલાડી એવા છે કે જેઓનું નામ મેચ ફિક્સિંગમાં, મારપીટ માં તેમજ  બળાત્કાર જેવા કેસમાં ધરપકડ થઈ હતી.ઓસ્ટ્રેલિયામાં જન્મેલા યુવાન ક્રિકેટર એલેક્સ હેપબર્નને બળાત્કારના કેસમાં કોર્ટે 2019માં સજાની સુનાવણી કરી હતી. જેના પર ફરી એક વખત ચુકાદો આવી ગયો છે.

 

માત્ર 23 વર્ષની ઉંમરમાં ગત વર્ષે ઓસ્ટ્રેલિયામાં એલેક્સ હેપબર્નને કોર્ટે પાંચ વર્ષની સજા સંભળાવી હતી. જેની વિરુદ્ધ તેમણે કોર્ટમાં અપીલ કરી હતી જોકે તેના કેસ પર ચુકાદો ફરી એક વખત આવી ગયો છે. એ જાણી લઈએ કે તેમની સુનાવણી ચીફ જસ્ટિસ ચીફ જસ્ટિસ ઓફ લોર્ડ બર્નેટ દ્વારા કરવામાં આવી હતી, અને આ ખેલાડીને ફરી એક વખત દોષી ઠેરવવામાં આવ્યો છે, જેના કારણે તેના પર લાગેલી પાંચ વર્ષની સજા યથાવત્ રહેશે.

 

તેની કેરિયર પર નજર કરીએ તો તેણે બે મેચમાં 32 રન બનાવ્યા છે, જ્યારે બોલર તરીકે તેરે 6 વિકેટ ઝડપ્યા છે જો કે પાંચ મેચમાં  તેમણે 25 રન બનાવવા સિવાય છ વિકેટ પણ ઝડપી હતી, અને 2015 રમાયેલી ટ્વેન્ટી૨૦ ક્રિકેટમાં તેણે ડેબ્યૂ કર્યું હતું, અને તેનો છેલ્લો મેચ 18 ઓગસ્ટ 2017માં ડર્બીશાયર વિરુદ્ધ રમ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS