સચિન તેંડુલકરે જેમની ધોલાઇ કરી હતી તે ખેલાડી હવે બની ગયા છે... ગાયકીના સરતાજ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

90ના દશકમાં ભારતીય બેસ્ટ મેન માટે ભયનો માહોલ પેદા કરનારા ઝિમ્બાબ્વેના હવે સિંગર બની ગયા છે. કેન્યામાં ભણેલા હેનરી ઓલંગા તેના સ્કૂલ કાળમાં જ પ્રસિદ્ધ બની ગયા હતા. તે પહેલી વખત 1995માં ઝિમ્બાબ્વેની ટીમ માટે પસંદગી પામ્યા હતા. તેમનો કાર્યકાળ નાનો રહ્યો હતો. તેઓ માત્ર 30 ટેસ્ટ અને 50 વન-ડે રમ્યા હતા. 

 

ઓલંગા 2003ના વર્લ્ડકપ દરમિયાન પોતાના બાવળા પર કાળી પટ્ટી બાંધી હતી. ઓલંગા ઝીમ્બાબ્વેના નબળા લોકતંત્રને લઈને નારાજ હતા. આ કામમાં તેની સાથે સાથે એન્ડી ફ્લાવર પણ જોડાયા હતા, તેમના પર દેશદ્રોહના આરોપ લાગ્યા અને તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળવા લાગી હતી. 

 

તેમના નામના એરેસ્ટ વોરંટ પણ નીકળ્યા. પરંતુ ઓલંગા હવે તેના કરતા પણ ઉપર ઉઠી ચુક્યા હતા. તેમણે ઇન્માંા પોતાનું ઘર બનાવ્યું 2004માં તેમણે ફિઝિકલ એજ્યુકેશનની શિક્ષિકા તારા રેડ સાથે લગ્ન કરી લીધા હતા.

 

બે વર્ષ બાદ તેઓ એક રિયાલિટી શોમાં જીતી ગયા, અને તેમાં તેમને 50 ટકાથી વધારે મત મળ્યા હતા આ વર્ષ તેમની મ્યુઝિક આલ્બમ પણ આવ્યું હતું. આ વખતે દુનિયાભરમાં ફરીને તેઓ નાના-મોટા કોન્સર્ટ કરતા હતા હવે ઓલંગાને એક કોન્સર્ટમાં ઓસ્ટ્રેલિયામાં જોવા મળ્યા હતા.

 

તેમણે ગાયકીનું ક્ષેત્ર પસંદ કર્યું હતું ત્યારે તેને આ પૂછવામાં આવ્યું હતું કે ભારતમાં ક્રિકેટ રમી રહ્યા છો તો સ્ટેડિયમમાં ઉપસ્થિત 60,000 દર્શકો તમને માન નહીં આપશે. માત્ર સચિનને જ માન સન્માન આપવામાં આવશે પરંતુ તેના કરતાં વિપરીત તેની ગાયકીને એક હોલની અંદર થોડાક લોકોની વચ્ચે રજુ કરવામાં આવતા  લોકોએ ખૂબ જ વખાણી હતી અને તેનું પરફોર્મન્સ ખૂબ જ સારું રહ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS