ક્રિકેટ ઋષભ પંતની માં અને બહેન પર રસોઈયા એ લગાવ્યા ગંભીર આક્ષેપ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ભારતીય ક્રિકેટર ઋષભ પંતનો પરિવાર આ દિવસોમાં ચર્ચામાં છે, તેની માતા અને બહેન પર તેની જ હોટલમાં કામ કરતા એક રસોઈયાએ ગંભીર આક્ષેપ કર્યો છે અને ફરિયાદ નોંધાવી છે. પંતનો પરિવાર દિલ્હી - હરિદ્વાર હાઈવે પર બેક ટુ બેસ નામનું રેસ્ટોરન્ટ ચલાવેછે,જ્યાં આરોપ લગાવનાર રસોઈયો કામ કરતો હતો.


મીડિયા રિપોર્ટ પ્રમાણે ફૈઝ આલમ નામનો આ રસોઈયા એ પછી યાદ નોંધાવી છે કે પત્ની મા અને તેની બહેન બંને એ તેને બે મહિનાની સેલેરી આપી નથી, અને જ્યારે તેની માગ કરવામાં આવી ત્યારે ઋષભ પંતનું નામ લઇ અને તેને ધમકાવવામાં આવ્યો છે.


ફૈઝ એ લઘુમતી પંચ માં 30 માર્ચ 2020 ના રોજ મોકલેલ ફરિયાદમાં જણાવ્યું છે કે રોડ કિમત દિલ્હી - હરિદ્વાર હાઈવે પર ક્રિકેટર ઋષભ પંતની બહેન સાક્ષી પંતના રેસ્ટોરેન્ટમાં તે ડિસેમ્બરથી કામ કરી રહ્યો હતો.


જ્યારે તેને કામ શરૂ કર્યું ત્યારે તેનો 95,00 માસિક સેલેરી નિર્ધારિત કરવામાં આવી હતી. જ્યારે તેને વધારે જણાવ્યું છે કે ડિસેમ્બર બાદ જાન્યુઆરી અને ફેબ્રુઆરીની સેલેરી તેને આપવામાં આવી નથી, તેમ જ 5 માર્ચના રોજ તેને જાણાવવામાં આવ્યું કે હોટલ બંધ થઈ રહી છે, જેથી હવે કામ પર ન આવે. 


પરંતુ જ્યારે ફૈઝ એ બે મહિનાની સેલેરી માંગી ત્યારે તેને ધમકાવવામાં આવ્યો, અને પત્ની માતા સરોજે જણાવ્યું કે તેનો દીકરો રાષ્ટ્રીય કક્ષાનો ક્રિકેટર છે અને બધા અધિકારીઓ જાણે છે, જો બીજી વખત પૈસા માંગીશ તો પોલીસમાં ફરિયાદ કરી દઈશ.


ફૈઝ એ જણાવ્યું છે કે તે બેકાર થઈ ગયા છે તેને પીતા નથી અને ઘરમાં બે બહેનો અને મા છે જેનો ખર્ચો તે એકલો જ ઉઠાવી રહ્યો છે, એવામાં હાલમાં તેને ગુજરાન ચલાવવામાં ઘણી મુશ્કેલી થઈ રહી છે. આ અંગે સીઇઓ રોરકી ચંદન સિંહે જણાવ્યું છે કે પંચ ને મળેલ સંબંધીત પત્ર અંગે પોલીસને તપાસ સોંપવામાં  આવી છે. જોકે આ અંગે પંથ કે તેના પરિવારજનોએ જાહેરમાં કોઈ નિવેદન આપ્યું નથી


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS