મોટા વાગુદડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન

  • January 19, 2023 05:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઘ્રોલ તાલુકા ના મોટા વાગુદડ ગામ ખાતે પુર્વ તાલુકા ભાજપ ના પ્રમુખ રાજભા જાડેજા અને ઓલ ઈન્ડીયા મેડીકલ એશોશીયેશન ના ઉપ.પ્રમુખ મયૂરસિંહ જાડેજા દ્વારા સ્વ.સતુભા વેલુભા જાડેજા ના સ્મરણ અર્થે ક્રીકેટ ટુર્નામેન્ટ નું ભવ્ય આયોજન કરવા મા આવેલ હતું જેમાં ક્રીકેટ પ્રેમી યુવાનો ની પચાસ થી વધુ ટિમે ભાગ લિઘો હતો અને ૨૪  દિવસ થી વધુ આ ટુર્નામેન્ટ ચાલેલ જેમાં યુવાનો મન મુકીને રમ્યા હતા જેમાં સેમિ ફાઈનલ અને ફાઈનલ મેચ મા ખૂબ રસાકસી ભેર જંગ જામ્યો હતો.


 ફાઈનલ મેચ મા સંતક્રુર્પા ઈલેવન અને બાલાજી ઈલેવન વચ્ચે બરાબરી નો જંગ જામ્યો હતો અને બાદમા સંતક્રુર્પા ઈલેવન નો વિજય થયો હતો વિનરસપ ટિમ ને ટ્રોફી અને ૨૦ હજાર રોકડા અને રનરસપ ટિમ ને ટ્રોફી અને ૧૦  હજાર રોકડા નું પુરસ્કાર આપી ૭૬ કાલાવડ વિઘાન સભા ના ઘારાસભ્ય મેધજીભાઈ ચાવડા તેમજ આ ટુર્નામેન્ટ ના મુખ્ય આયોજક રાજભા જાડેજા દ્વારા સન્માનિત કરવા મા આવેલ હતા.


આ પ્રસંગે યુવા નો ને પ્રોત્સાહન પુરુ પાડવા સરપંચ સંગઠન ના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા તેમજ નાના વાગુદડ સરપંચ યુવરાજસિંહ જાડેજા ડાંગરા સરપંચ રાજભા જાડેજા ખાખરા સરપંચ કનકસિંહ જાડેજા ગોલીટા સરપંચ રમેશભાઈ માખેલા હજામચોરા સરપંચ ધમભા જાડેજા દેડકદડ હુકુમતસિંહ જાડેજા સગાડીયા રામદેવસિંહ તેમજ આ ટુર્નામેન્ટ નું સમગ્ર સંચાલન મોટા વાગુદડ સરપંચ અનિરુદ્ધ સિંહ જાડેજા રેવતુભા જાડેજા નરેન્દ્રસિંહ જાડેજા જયપાલસિંહ જાડેજા ભગીરથસિંહ જાડેજા કુલદિપસિંહ જાડેજા અવિરાજસિંહ જાડેજા પ્રહ્લાદ સિંહ જાડેજા નિર્મળસિંહ જાડેજા અર્જુનસિંહ જાડેજા મયુરસિંહ જાડેજા રૂસિરાજ સિંહ જાડેજા જગદીશસિંહ જાડેજા રાજદિપસિંહ જાડેજા રવિરાજસિંહ જાડેજા મંદિપસિંહ જાડેજા વિજયસિંહ જાડેજા બલદેવસિંહ જાડેજા યુવરાજસિંહ જાડેજા તેમજ મોટા વાગુદડ ગામ ના યુવા ઓ ની ટિમ દ્વારા કરવામાં આવેલ અને તટસ્થ નિર્ણય આપિ ને અંપાયરીગ કારાભાઈ તથા વસંતભાઈ દ્વારા કરવામાં આવેલ.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application