નવાગામ ઘેડમાં ક્રિકેટનો સટ્ટો રમતો શખ્સ પકડાયો

  • August 05, 2023 01:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાંથી જાહેરમાં મોબાઇલ ફોનની એપ્લિકેશન મારફતે ક્રિકેટનો સટ્ટો રમી રહેલા એક સટ્ટાખોરને પોલીસે ઝડપી લીધો છે, જ્યારે તેની સાથે સોદાની કપાત કરનાર મુખ્ય બુકીને ફરારી જાહેર કરાયો છે.


 જામનગરમાં નવાગામ ઘેડ ઇન્દીરા સોસાયટી વિસ્તારમાં રહેતો નાસીર દોસમામદ જોખીયા  જાહેરમાં પોતાના મોબાઈલ ફોન મારફતે શ્રીલંકામાં રમાઈ રહેલી ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહ્યો છે, તેવી બાતમી ના આધારે  એલસીબીની ટીમે દરોડો પાડી નાસીર જોખિયાને ઝડપી લીધો હતો, અને તેની પાસેથી રોકડ રકમ ૪૦૦, મોબાઈલ સહિતની સામગ્રી કબજે કરી છે. આ દરમિયાન પોતે જામનગરના ભજ્જી નામના  બુકી પાસે સોદાની કપાત કરતો હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે તેને ફરારી જાહેર કરી મુખ્ય બુકીની શોધખોળ હાથ ધરી છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application