યૌન ઉત્પીડનના આ આરોપ હેઠળ આ કોચને હટાવાયા

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ગુરુ અને શિષ્યનો સંબંધ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે પરંતુ હમણાં એવી ઘટનાઓ સામે આવતી રહે છે જેના કારણે આ સંબંધ પર દાગ લાગી જાય છે. આવું જ કંઇક થયું છે વડોદરાની મહિલા ક્રિકેટ ટીમના કોચ બેદાડે એ. તેમના પર મહિલા ક્રિકેટ ટીમ સાથે યૌન ઉત્પીડનનો આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યાર બાદ વડોદરા ક્રિકેટ સાથે પૂર્વ ભારતીય ખેલાડી અતુલ બેદાડેને મહિલા ટીમના કોચ પદેથી બરખાસ્ત કરવામાં આવ્યા છે. કેટલાક મહિલા ખેલાડીઓ દ્વારા લગાવવામાં આવેલા યૌનઉત્તપીડનના આરોપ બાદ તેમને આ પદ પરથી નિયમિત કરવામાં આવ્યા છે.બીસીએ ના સચિવ અજીત લે લે બુધવારે પીઆઇને આ બાબતની પુષ્ટિ કરી હતી.

 


મંગળવારે મળેલી ઉચ્ચ કક્ષાની બેઠક બાદ આ નિર્ણય સામે આવ્યો છે અને બેદાડેને આ વર્ષમાં માર્ચમાં તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોચ પદેથી બરખાસ્ત કરવામાં આવ્યા છે.

 

૨ જૂનના રોજ મળેલી બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી અને સીઇઓએ તેમજ માનવ સંસાધન પ્રબંધક ને તપાસ અંગેની જાણકારી વિસ્તારમાં આપવાની તથા પોતાનો મત આપવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા.

 

આ બેઠક માં થયેલી ચર્ચા પ્રમાણે બહુમતી સભ્યોએ તેમના પદ પરથી હટાવવાના નિર્ણયને પરત લેવા માટે મત વ્યક્ત કર્યો હતો જોકે પરિષદનો માનવું છે કે આ મામલો સંવેદનશીલતા છે માટે મહિલા ક્રિકેટ ટીમ માટે તેમની સેવાઓ નહીં લેવામાં આવે.

 

લે અને સંઘના સંયુક્ત સચિવ પરાગ પટેલે આ નિર્ણય વિરુદ્ધ પોતાનો વિરોધ નોંધાવ્યો છે સૂત્રોએ જણાવ્યું છે કે લે અને પટેલે વિરોધ વ્યક્ત કર્યો હતો તેઓનું માનવું છે કે જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ નિર્ણય લઈ શકાય નહીં. પરંતુ અંતે બહુમતીના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને મહિલા ટીમની નવી કોચ હવેથી અંજુ જૈન રહેશે અને તેમની પસંદગી કરવા માટેની પ્રક્રિયાની કામગીરી ચાલી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS