હવે થર્ડ પાર્ટી એપને ક્રેડિટ કાર્ડની વિગતો આપવી પડશે નહીં, RBIએ બહાર પાડ્યા નવા નિયમ

  • September 08, 2021 02:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રિઝર્વ બેન્કના નવા નિયમ મુજબ હવે તમારે Swiggy, Zomato, Ola, OTT પ્લેટફોર્મ જેવી થર્ડ પાર્ટી એપમાં તમારા ક્રેડિટ કાર્ડની વિગતો અગાઉથી આપવાની જરૂર રહેશે નહીં. બેન્કના આ નિયમથી કાર્ડની વિગતો આપવાને બદલે માત્ર ટોકન સિસ્ટમ જ કામ કરશે. રિઝર્વ બેંકે ડિવાઇસ આધારિત ટોકનિઝેશન ફ્રેમવર્કની સેવાઓને કાર્ડ ઓન ફાઇલ ટોકેનાઇઝેશન (CoFT) સુધી વિસ્તૃત કરી છે. 

 

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ડેટા સ્ટોરેજ સંબંધિત ટોકનાઈઝેશન માટે નિયમો જારી કર્યા છે. આ નિયમો 1 જાન્યુઆરી 2022થી લાગુ થશે.અત્યાર સુધી ઝોમેટો જેવી ફૂડ ડિલિવરી એપ્લિકેશન્સ, કેબ સર્વિસ કંપનીઓની એપ્સ, ઘણા ઓટીટી પ્લેટફોર્મ પર, ગ્રાહકોએ તેમના ક્રેડિટ કાર્ડની વિગતો અગાઉથી ભરવી પડે છે. વપરાશકર્તાના કાર્ડનો ડેટા આ વેબસાઇટ્સ અથવા એપ્લિકેશન્સ પર સાચવવામાં આવ્યો હતો, જે ચોરી થવાનો ભય છે.

 

રિઝર્વ બેંકે હવે ટોકન સેવાની શરૂઆત કરશે. કાર્ડની વિગતોને બદલે ગ્રાહકોને માત્ર એક ટોકન આપવામાં આવશે. આ સેવા ગ્રાહકોની ઇચ્છાઓ પર નિર્ભર રહેશે. ગ્રાહકોને આ બાબતે પુરે પુરી આઝાદી આપવામાં આવશે. બેન્કો/કાર્ડ જારી કરતી કંપનીઓ દ્વારા તેને ફરજિયાતપણે લાગુ કરવામાં આવશે નહીં. કાર્ડ ઇશ્યૂ કરતી સંસ્થાએ કાર્ડ ટોકનાઇઝેશન સેવા પૂરી પાડવી પડશે.

 

RBIના નવા નિયમો હેઠળ, 1 જાન્યુઆરી, 2022થી કાર્ડ ઇશ્યૂ કરનાર બેંક અથવા કાર્ડ ટ્રાન્ઝેક્શન/પેમેન્ટમાં કાર્ડ નેટવર્ક સિવાય અન્ય કોઇ કાર્ડ ડેટા સ્ટોરેજ નહીં કરે. આમાં, પહેલેથી જ સંગ્રહિત કોઈપણ ડેટાને ફિલ્ટર કરવામાં આવશે. જો કે, ટ્રાન્ઝેક્શન ટ્રેકિંગ અથવા બીજા અમુક કારણોસર કંપનીઓ મર્યાદિત ડેટા સ્ટોર કરી શકે છે. 

 

વપરાશકર્તાના કાર્ડનો ડેટા વેબસાઇટ્સ અથવા એપ્લિકેશન્સ પર સાચવવામાં આવ્યો હતો, જે ચોરી થવાનો ભય છે. એટલે કે, હવે ગ્રાહકો ક્રેડિટ કાર્ડથી ચૂકવણી કરીને વધુ સુરક્ષા મેળવી શકશે. તેમનો ડેટા ચોરાવાનો કોઈ અવકાશ રહેશે નહીં. તેનાથી ગ્રાહકોના ડેટાની સુરક્ષા વધશે અને સુવિધા યથાવત રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS