રાજકોટ: ભગવતીપરાના પૂલ નીચે નિર્દયી શખ્સો દ્વારા ગાયો પર કરવામાં આવ્યો હુમલો 

  • September 05, 2021 12:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હિન્દૂ ધર્મમાં ગાયને પવિત્ર માનવામાં આવે છે. કહેવાય છે કે ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓ વસે છે. પરંતુ આજના યુગમાં ગાયનું આ સ્થાન રહ્યું નથી. હાલ રાજકોટમાં ત્રણ થી ચાર ગાયો ખરાબ હાલતમાં જોવા મળી હતી. 

 

રાજકોટના ભગવતીપરાના પૂલ નીચે વહેલી સવારે ત્રણથી ચાર ગાયો સાથે કોઈ નિર્દયી શખ્સોએ ક્રૂરતા આચરી ધારદાર હથિયારના ઘા ઝીંકી ગાયોને લોહીલુહાણ કરી નાખી હતી જેને લઈને ગૌપ્રેમીઓમાં ભારે રોષ ભરાયો છે. ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પોલીસને જાણ થતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. બાદમાં એનિમલ હેલ્પલાઇનની ટીમને સ્થાનિકો દ્વારા જાણ કરાતા તેઓ પણ પહોંચી સારવાર ચાલુ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS