કોવિશીલ્ડ-કોવેક્સિનમાંથી પસંદગીનો વિકલ્પ નહીં અપાય, 28 દિવસના અંતરે બીજો ડોઝ: સરકાર

  • January 13, 2021 12:13 PM 1162 views

દેશમાં 16મી જાન્યુઆરીથી શરૂ થઇ રહેલા કોરોના રસીકરણનાં અભિયાન માટે રસીનાં પરિવહનનો મંગળવારથી ધમધમાટ શરૂ થઇ ગયો હતો. આ સાથે સરકારે કેટલીક સૂચનાઓ પણ જારી કરી જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કામાં કોરોનાની રસી લેનારા આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઇન વર્કર્સને સરકાર પાસે ઉપલબ્ધ થયેલી કોરોનાની બે રસી કોવિશીલ્ડ અને કોવેક્સિનમાં પસંદગીનો વિકલ્પ અપાશે નહીં. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, 28 દિવસના અંતરે રસી લેનારને બે ડોઝ આપવામાં આવશે. બીજો ડોઝ અપાયાના 14 દિવસ પછી રસી દ્વારા સંરક્ષણ મળવાનું શરૂ થશે. સરકારે જણાવ્યું હતું કે, રસી મૂકવાના એક દિવસ પહેલાં વ્યક્તિને મેસેજ દ્વારા જાણ કરાશે. રસીકરણ માટે કો-વિન એપ પર 1 કરોડ રજિસ્ટ્રેશન થઇ ગયાં છે.

 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, 14મી જાન્યુઆરી સુધીમાં તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશને સીરમ ઇન્સ્ટિટયૂટ પાસેથી મળેલા 1.10 કરોડ ડોઝ અને ભારત બાયોટેક પાસેથી મળેલા પંચાવન લાખ ડોઝ પહોંચતા કરી દેવાશે. આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે, ભારત બાયોટેક સરકારને રૂપિયા 295ના ભાવે (કરવેરા વિના) 38.5 લાખ ડોઝ પૂરા પાડશે. કંપ્ની સરકારને 16.5 લાખ ડોઝ વિનામૂલ્યે આપી રહી છે તેથી તેના દરેક ડોઝની કિંમત રૂપિયા 206 પડશે.


મંગળવાર સવારથી સીરમ ઇન્સ્ટિટયૂટ પૂણે ખાતેથી દેશના 13 શહેરોમાં કોવિશીલ્ડ વેક્સિનના ડોઝ પહોંચાડવાનો પ્રારંભ કરાયો હતો. મંગળવાર બપોર સુધીમાં રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના ડેપોમાં કોવિશીલ્ડના 54.72 લાખ ડોઝ પહોંચી ગયા હતા. દરેક રાજ્યમાં ઓછામાં ઓછો એક પ્રાદેશિક ડેપો તૈયાર કરાયો છે. જ્યારે કેટલાક મોટા રાજ્યોમાં એક કરતાં વધુ એટલે કે ઉત્તરપ્રદેશમાં 9, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં 4-4, કેરળમાં 3 અને જમ્મુ-કાશ્મીર, કણર્ટિક તથા રાજસ્થાનમાં બે બે પ્રાદેશિક ડેપો તૈયાર કરાયા છે.
4મી જાન્યુઆરી સુધીમાં તમામ રાજ્યોને સીરમ ઇન્સ્ટિટયૂટ પાસેથી મળેલા 1.10 કરોડ ડોઝ અને ભારત બાયોટેક પાસેથી મળેલા પંચાવન લાખ ડોઝ પહોંચતા કરી દેવાશે. આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે, ભારત બાયોટેક સરકારને રૂ. 295ના ભાવે (કરવેરા વિના) 38.5 લાખ ડોઝ પૂરા પાડશે. કંપ્ની સરકારને 16.5 લાખ ડોઝ વિનામૂલ્યે આપી રહી છે તેથી તેના દરેક ડોઝની કિંમત રૂ. 206 પડશે.
સરકાર એપ્રિલ સુધીમાં સીરમ ઇન્સ્ટિટયૂટ પાસેથી કોવિશીલ્ડના 4.5 કરોડ ડોઝની ખરીદી કરશે. સરકાર અને સીરમ વચ્ચે રૂપિયા 210 પ્રતિ ડોઝના ભાવે રસી ખરીદવાનો કરાર કરાયો છે. સરકારે સોમવારે સીરમ પાસેથી પહેલા તબક્કામાં 1.10 કરોડ ડોઝની ખરીદી કરવાનો કરાર કર્યો હતો. સીરમ બજારમાં કોવિશીલ્ડનો એક ડોઝ રૂ. 1000ના ભાવે વેચશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application