દર્દીઓના નામથી ઇન્જેકશનો મેળવતી કોવિડ હોસ્પિટલોનું ઓડિટ થાય તો મોટા ગોટાળા બહાર આવશે

  • May 06, 2021 03:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં કોરોના ના ઘટતા કેસની જેમ રેમેડિસીવર ઇન્જેકશન ની અછત દૂર થયાનો તત્રં અને હોસ્પિટલ તંત્રના દાવા વચ્ચે હજુ સામાન્ય લોકોને સરળતાથી ઇન્જેકશન મળતાં ન હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે એવી પણ રજૂઆતો ઉઠી છે કે, કોવિડ હોસ્પિટલો દ્રારા જે દર્દી ના નામે રેમેડિસીવર ઇન્જેકશન લેવાય છે તેનું ઓડિટ કરાવવામાં આવે તો ગરબડ નો મોટો આંકડો બહાર આવે તેવી પ્રબળ સંભાવનાઓ છે.

 

 

ચર્ચાતી વિગતો મુજબ કોવિડ હોસ્પિટલોમાં દાખલ અમુક દર્દીઓને ઇન્જેકશન આપવાની જરત ઊભી ન હોવા છતાં પણ અમુક હોસ્પિટલના તબીબો દ્રારા આવા દર્દીઓના નામ વટાવી ને કલેકટર તત્રં પાસેથી ઇન્જેકશનો પડાવી લેવાના અનેક ગોટાળા સામે આવ્યા છે. તંત્રની ઐંધા ચશ્મા પહેરાવી ને આવી હોસ્પિટલો એ ઘણા દર્દીઓના નામે ઇન્જેકશન મેળવી લીધા છે અને બીજી તરફ ઇન્જેકશનની અછતના લીધે તેની કાળાબજારી થઈ હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે આવી હોસ્પિટલો તેમના લાગતાવળગતા અને ઓળખીતાઓ ને રેમેડિસીવર પધરાવી દેવામાં આવે છે, યારે ખરા અર્થમાં જે વ્યકિતઓને ઇન્જેકશન આપવાની જરત ઉભી થાય છે ત્યારે તેમના સ્વજનો ઇન્જેકશન માટે રઝળપાટ કરી રહ્યા છે. આ ઈંજેકશન વિતરણનો સાચો આંકડો અને માહિતી મેળવવા માટે જો તત્રં રાજકોટની તમામ કોવિડ હોસ્પિટલોમાં જે તે દર્દી ના નામે ઇન્જેકશન મેળવ્યા છે તેની તપાસ કરે તો સાચો ખેલ બહાર આવશે. કલેકટર તત્રં દ્રારા એવો દાવો કરવામાં આવ્યો છે કે, રેમડેસીવીર ઇન્જેકશનની હવે કોઈ અછત નથી. પરંતુ ચિત્ર કઈક અલગ છે. કોવિડ દર્દીના સગાઓ હજુ પણ ઇન્જેકશન માટે લાઈનોમાં ઉભા છે.

 

 

જો ઇન્જેકશનનો જથ્થો પુરતો હોય તો લાઈનો કેમ લાગી છે? રેમડેસિવિરનો જથ્થો કલેકટર તત્રં પાસે આવ્યા બાદ તેના વિતરણ સંબંધિત આંકડા બાબત તત્રં મૌન છે. વાસ્તવમાં તંત્રએ કેટલા ઇન્જેકશન ખાનગીહોસ્પિટલના ડોકટરોને આપ્યા? કેટલા ઇન્જેકશન સરકારી હોસ્પિટલને આપ્યા? આ પારદર્શી આંકડાઓ જાહેર કરવામાં આવે તો સાચી વિગતો લોકો સામે આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS