અમદાવાદ સિવિલ ખાતે કોવિડ કમાન્ડ કંટ્રોલ ડેશબોર્ડ કાર્યરત કરાયુ

  • May 22, 2020 10:58 AM 392 views

કોરોના દર્દીની રીઅલ–ટાઈમ ઈન્ફોર્મેશન મળશે

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની માહિતીના મુદે વારંવાર સરકાર પર આક્ષેપો થતા હતા. દર્દીઓના મુદ્દે સાચી અને ખરી માહિતી મળી રહે તે હેતુસર મુખ્યમંત્રી વિજયભાઈ પાણીની સુચનાને પગલે કોરોનાના દર્દીઓની રીઅલ ટાઈમ ઈન્ફોર્મેશન પ્રા થાય તે હેતુસર કોવિડ કમાન્ડ કંટ્રોલ ડેશબોર્ડ કાર્યરત કરવામાં આવ્યું છે.


કોરોનાગ્રસ્ત દર્દીઓના પરિવારજનો માહિતીના અભાવે ચિંતા–તણાવ અનુભવે તે સ્વાભાવિક છે, તેવા સમયે ઉકત ડેશબોર્ડ માહિતી ઉપલબ્ધ કરાવવા માટે સહાયપ બનશે. કોરાનાગ્રસ્ત દર્દીની તમામ પ્રકારની માહિતી સબંધીને મેસેજ મારફતે ઉપલબ્ધ થઈ જશે.


ડેશબોર્ડમાં દર્દીનું નામ, વિવિધ રીપોર્ટની માહિતી, દર્દીની સ્થિતિ, કયા વોર્ડમાં દાખલ, દાખલ કર્યાની તારીખ, ડિસ્ચાર્જ કર્યાની તારીખ તેમજ કયા ડોકટર દ્રારા સારવાર કરવામાં આવી રહી છે તેની પૂરતી માહિતીનો સોટવેરમાં સમાવેશ કરવામાં આવ્યો છે.


વિશેષ રીતે આ સોટવેરમાં વિવિધ માહિતીને સરળતાથી વર્ગીકૃત કરી શકાય તે અર્થે અલગ–અલગ કલર કોડ આપવામાં આવ્યા છે.  દર્દીની બદલાતી જતી સ્થિતિ અંગે ખૂબજ ચોકસાઈપૂર્વક માહિતી અપડેટ કરવામાં આવે છે તેમજ જરી માહિતી દર્દીના સ્નેહીજનોને ટેલિકોલિંગ તેમજ એસએમએસ દ્રારા પૂરી પાડવામાં આવે છે.


કોરોનાગ્રસ્ત દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવાના હોય તે પહેલા સબંધીને મેસેજ દ્રારા ડિસ્ચાર્જની તારીખ અને સમય અંગે માહિતી આપી દેવામાં આવે તે મતલબની સુવિધા ઉભી કરેલ છે જેથી દર્દીના સબંધી તે સમયે હાજર રહી શકે.


અત્રે ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીના સગા–સબંધીઓને સરળતાથી માહિતી મળી રહે તે માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલનો કમાન્ડ એન્ડ કંટ્રોલ મ શ કરવામાં આવ્યો છે ત્યારે કોવિડ કમાન્ડ કંટ્રોલ ડેશબોર્ડ એ ખૂબ જ અગત્યનું માધ્યમ અને મદદગાર બની રહેશે.જેનુ મોનીટરીંગ મુખ્યમંત્રી  ડેસબોર્ડ પર થી કરવામાં આવશે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application