ગુજરાતમાં ગૌશાળા માં બન્યું covid centre, આયુર્વેદિક દવાઓથી થાય છે દર્દીની સારવાર

  • May 09, 2021 09:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં ગૌશાળાની અંદર કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના આ કેન્દ્રમાં દર્દીઓની આયુર્વેદિક દવાઓથી સારવાર કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ દવાઓ ગાયના દૂધ અને ગૌમૂત્રમાંથી તૈયાર કરવામાં આવી છે.

 

અહીં કોરોનાવાયરસના એવા દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે, જેમને આ વાયરસના હળવા લક્ષણો છે. આ કોવિડ સેન્ટરનું નામ 'વેદાલક્ષણ પંચગવ્ય આયુર્વેદ કોવિડ આઇસોલેશન સેન્ટર' રાખવામાં આવ્યું છે. હાલમાં અહીં 7 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

 

આ ગૌશાળાના ટ્રસ્ટી મોહન જાધવે જણાવ્યું હતું કે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ દર્દીઓ અહીં દાખલ કરવામાં આવ્યા છે. આ કેન્દ્ર 5 મેના રોજ શરૂ કર્યું હતું.

 

હાલ અહી ડીસા તાલુકાના એક ગામના 7 દર્દીઓ દાખલ થયા છે. અહીં દર્દીઓની સારવાર 8 આયુર્વેદિક દવાઓથી કરવામાં આવી રહી છે. આ દવાઓ ગાયના દૂધ, ઘી અને ગૌમૂત્રમાંથી તૈયાર કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS