રણછોડદાસજી કોમ્યુનિટી હોલમાં ૨૯મીથી શરૂ થશે ૨૦૦ બેડની હોસ્પિટલ

  • April 22, 2021 02:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૧.૬૦ કરોડના ખર્ચે ઓકિસજનના બે પ્લાન્ટ સાથે
બેકબોન સંચાલિત વૈદેહી ન્યુરોસાયન્સિસ એસોસિએટ સાથે મહાપાલિકાએ કર્યા કરાર: કોર્પેારેશનને રોજનું ૨૦ હજારનું ભાડું મળશે

 


રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો.પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ તથા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ એક યાદીમાં જણાવે છે કે, બેકબોન સંચાલિત ડોકટરોની ટીમ દ્રારા હાલની ઘાતક કોરોના મહામારીને ધ્યાનમાં રાખી કોરોના દર્દીઓને અધતન સારવાર મળે તે ભાવના સાથે કોવીડ હોસ્પિટલ શ કરવાની રજૂઆત કરવામાં આવેલ. જેનાં અનુસંધાને તુરતં નિર્ણય થાય તેવા પ્રયત્નો શરૂ કરવામાં આવેલ. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા સાથે જરી એગ્રીમેન્ટ કરવામાં આવેલ છે અને ૨૦૦ બેડની હોસ્પિટલ શરૂ કરાશે.

 


બેકબોન સંચાલિત વૈદેહી કોવીડ–૧૯ હોસ્પિટલ માટે ડો.અંકુર પાચાણી અને નયન રમેશભાઈ મકવાણાના નેતૃત્વ હેઠળ ડો.કુંજેશ પાપરા(ચેસ્ટ સ્પે.), ડો.પ્રિયાંક ફલેત્રા(ક્રિટીકલ કેર સ્પે.), ડો.નીખીલા પાચાણી (કાર્ડીયોલોજીસ્ટ), ડો.જયદીપ ભીમાણી(સર્જન), ડો.વિવેક પટેલ(સર્જન), ડો.આકાશ પાચાણી(રેડીઓલોજીસ્ટ) ઉપરાંત શિક્ષિત અને અનુભવી નસિગ સ્ટાફ દ્રારા કોવીડ–૧૯ હોસ્પિટલનું સંચાલન કરવામાં આવશે.

 


સંસ્થા દ્રારા ઓકિસજનના ૨(બે) પ્લાન્ટની સુવિધા સાથે હશે જે રાજકોટ શહેરમાં પ્રથમ હોસ્પિટલ થશે એક પ્લાન્ટ અંદાજે ૧.૬૦ કરોડની કિંમતનો થશે, આ ઉપરાંત ઇન્ડોર ફાર્માસીસ્ટ લેબોરેટરી, એસી વિગેરે સુવિધા સભર બનાવવામાં આવનાર છે.

 


આ કોમ્યુનિટી હોલમાં તબક્કાવાર ૨૦૦થી વધુ બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. કોર્પેારેશન દ્રારા કોમ્યુનિટી હોલનુ દૈનિક ૨૦ હજાર ભાડુ લેવામાં આવશે તેમજ ઈલેકટ્રીસિટી, પી.એન.જી.ગેસ વપરાસનુ બિલ સંસ્થા દ્રારા ભરવામાં આવશે તેમજ બાયોમેડીકલ વેસ્ટનો નિકાલ પણ સંસ્થા કરશે. મેયર ડો.પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ સાથે ડોકટરોની ટીમના પરામર્શ સમયે રાજકોટ શહેરના કોવીડ–૧૯ના દર્દીઓને સારામાં સારી સારવાર મળેતેવી લાગણી વ્યકત કરેલ જે ગૌરવની બાબત છે. આ હોસ્પિટલ આગામી તા.૨૯૦૪૨૦૨૧થી શ થઇ જશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS