Covid 19: લોન્ચ થયું સૌથી સસ્તુ oximeter, કિંમત 299 રૂપિયા 

  • June 04, 2021 09:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના મહામારી ને કારણે હવે અમુક ગેજેટ ખૂબ સામાન્ય થઈ ગયા છે જ્યારે આવા ગેજેટની અગાઉ હોસ્પિટલોમાં જ જરૂરિયાત રહેતી હતી. હવે સૌથી વધુ મહત્વનું બન્યું છે પલ્સ ઓક્સિમીટર. પલ્સ ઓક્સિમીટરના અનેક વેરિયન્ટ હાલ માર્કેટમાં ઉપલબ્ધ છે. કોરોના સંક્રમિત લોકોના બ્લડ ઓક્સિજન લેવલમાં અસામાન્ય ચડાવ-ઉતાર જોવા મળતો હોય છે. તેથી બ્લડ ઓક્સિજન લેવલ માપવા માટે ઓક્સિમીટરની ખાસ જરૂરિયાત રહે છે. તેને લીધે માર્કેટમાં તેની માંગ વધી છે આ વાતને ધ્યાને લઇને અનેક કંપનીઓએ હેલ્થ કેર માર્કેટમાં એન્ટ્રી કરી છે. તેમાની એક કંપની છે ડીટેલપ્રો. DetelPro ભારતના સૌથી સસ્તા oximeterનું લોન્ચિંગ કર્યું છે.  

 

ડીટેલપ્રોએ દુનિયાનું સૌથી સસ્તું oximeter - oxy10ને ભારતીય માર્કેટમાં લોન્ચ કર્યું છે. જેની કિંમત માત્ર 299 રૂપિયા રાખવામાં આવી છે. આ oximeterને કંપનીની અધિકૃત વેબસાઈટ પરથી ખરીદી શકાય છે. ડિટેલપ્રો Oxy10માં LED ડિસ્પ્લે આપવામાં આવી છે. જેની મદદથી યુઝર્સ સરળતાથી રીઝલ્ટ જોઈ શકે છે. 

 

ડીટેલપ્રો પલ્સ ઓક્સિમીટરમાં ઓટો શટઓફની સુવિધા પણ આપવામાં આવી છે, જે 8 સેકન્ડ સુધી કોઈ સંકેત ન મળવા પર પોતાની જાતે એક્ટિવ થઈ જાય છે. ડિટેલપ્રો Oxy10 ઓક્સિમીટર સાથે કંપનીએ અન્ય પ્રકારની સુવિધા પણ આપી છે. ડિટેલપ્રો Oxy10ની સાથે બે ડોક્ટરનું ફ્રી કન્સલ્ટેશન પણ આપવામાં આવશે. આ સિવાય સાથે જ 6 મહિનાની વોરંટી પણ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા મહિને ડીટેલપ્રોએ 799 રૂપિયાનું ઓક્સિમીટર લોન્ચ કર્યું હતું. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS