રાજકોટમાં કોવેકિસન ખલાસ: કોવિશિલ્ડનો પુરતો સ્ટોક

  • May 24, 2021 05:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોવેકિસનનો પહેલો ડોઝ લીધો હોય તેમને ૨૮મા દિવસે બીજો ડોઝ આપવાનો થાય ત્યાં સુધીમાં સ્ટોક આવી જશે: કોવિશિલ્ડ વેકિસનનો પુરતો જથ્થો ઉપલબ્ધ, પ્રથમ ડોઝ લેનારને ૮૪ દિવસ બાદ બીજો ડોઝ અપાશે: કોવેકિસનનો જથ્થો ઓછો આવ્યો હોય વહેલો ખલાસ થઈ ગયો

 

 


રાજકોટ શહેરમાં કોરોના ડાઉન થતાની સાથે વેકિસનેશન પૂરજોશમાં શરૂ થઈ ગયું છે જેના પરિણામે અવારનવાર વેકિસનનો સ્ટોક ખાલી થઈ જવાની ઘટનાઓ બની રહી છે. વેકિસનેશન મર્યાદિત માત્રામાં થઈ રહ્યું છે અને વિલંબિત તેમજ વિક્ષેપિત થઈને થઈ રહ્યું છે તેની પાછળનું મુખ્ય કારણ પણ સ્ટોકની ઉપલબ્ધીનો અભાવ છે તે વાસ્તવિકતા છે. દરમિયાન ગઈકાલે મુખ્યમંત્રીએ રાજકોટ સહિત રાયના ૮ મહાનગરોમાં ૧૮થી ૪૪ વર્ષની વયના ૨૦,૦૦૦ યુવા નાગરિકોને વેકિસનેટ કરવાનો લયાંક આપતા  સ્વાભાવિક રીતે જ હવે વેકિસનનો ઉપાડ વધશે. રાજકોટને પ્રથમવાર કોવેકિસનનો જથ્થો ફાળવવામાં આવ્યો હતો અને કોવેકિસન આવ્યા બાદ યુવાનોએ ભારે ધસારો કરતાં હાલમાં સ્ટોક ખલાસ થઈ ગયો છે અને વધુ જથ્થો આવવાની રાહ જોવી પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે.

 


વિશેષમાં મહાપાલિકાની આરોગ્ય શાખાના સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલમાં કોવેકિસનનો સ્ટોક સંપૂર્ણ ખલાસ થઈ ગયો છે અને બીજો જથ્થો મોકલવા માટે સરકારમાં ડિમાન્ડ મોકલવામાં આવી છે. રાજકોટને પ્રથમ વખત કોવેકિસનના ૨૫૦૦૦ ડોઝ ઉપલબ્ધ થયા હતા જે પૂર્ણ થઈ ગયા છે. તા.૧લી મેથી ૧૮થી ૪૪ વર્ષની વયના નાગરિકોને ઓનલાઈન રજિસ્ટ્રેશન સાથે વેકિસનેશન શરૂ કરાયું તેની સાથે જ કોવેકિસનનો જથ્થો મોકલવામાં આવ્યો હતો. કોવેકિસનની ડિમાન્ડ પણ હતી અને સાથે સાથે યુવાનોને રસીકરણ કરવાની શરૂઆત કરવામાં આવી આ બન્ને સમિકરણો એકત્રીત થતા વેકિસનનો જથ્થો જલ્દી ખલાસ થઈ ગયો છે. કોવેકિસન લેનાર નાગરિકોને પ્રથમ ડોઝ લીધાના ૨૮મા દિવસે બીજો ડોઝ આપવાનો રહે છે આથી ટૂંક સમયમાં જ રાજકોટને કોવેકિસનનો બીજા ડોઝ માટેનો જથ્થો મળી જાય તે માટે પ્રયાસો ચાલી રહ્યા છે.

 


મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલમાં કોવિશિલ્ડનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે જેના લીધે રસીકરણ મહાઅભિયાનને વેગ મળ્યો છે. ૧૮થી ૪૪ વર્ષની વયના નાગરિકોને વેકિસન આપવા માટે હાલમાં ૫૦ કેન્દ્રો ચાલુ છે ત્યાં આગળ આજથી સ્લોટની સંખ્યા વધારીને ૪૦૦ કરી દેવાઇ છે. જેથી ૧૦૦ સેન્ટર પર દરરોજ ૨૦૦ લોકોને વેકિસન અપાય તે જોતા દરરોજ ૨૦ હજાર યુવાનોને વેકિસનેટ કરવાનો લયાંક છે.

 


મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ગ્રાઉન્ડ ઝીરો લેવલ સ્ટાફના સૂત્રોએ જણાવ્યું હતું કે, અનેક યુવાનો રસીકરણમાં કોવેકિસનની ડિમાન્ડ કરે છે. કોવેકિસન હોય તો જ વેકિસન લેવી છે તેવું પણ કહે છે! જોકે, હાલમાં સ્ટોક જ ઉપલબ્ધ ન હોય તમામને કોવિશિલ્ડ જ આપવામાં આવી રહી છે. અંદાજે એકાદ પખવાડિયામાં કોવેકિસનનો બીજા ડોઝનો જથ્થો આવી જશે તેવા નિર્દેશ છે.

 


કોરોના દર્દીથી ભરાયેલા બેડની સંખ્યા ઓછી, ખાલી બેડ વધારે: લાંબા સમય બાદ હાશકારો
ફુલ ૭૧૦૩ બેડમાંથી ૨૩૬૩ ભરેલા અને ૪૭૪૦ ખાલી


છેલ્લા કેટલાક મહિનાઓથી કોરોના દર્દીઓ માટે હોસ્પિટલમાં બેડ મેળવવાનું કામ સૌથી કપં બની ગયું હતું પરંતુ હવે કોરોના કાબૂમાં આવી રહ્યો હોવાથી હોસ્પિટલમાં ખાલી બેડની સંખ્યા વધી રહી છે રાજકોટ શહેર અને જિલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૭૧૦૩ બેડ ઉપલબ્ધ છે તે પૈકી આજની સ્થિતિએ ૨૩૬૩ ભરેલા અને ૪૭૪૦ ખાલી બેડ છે. અધિક કલેકટર પરિમલ પંડયાના જણાવ્યા મુજબ સિવિલ હોસ્પિટલમાં ૫૦૨ સમરસ હોસ્ટેલ માં ૬૯૯ કેન્સર હોસ્પિટલમાં ૧૦૫ અને ખાનગી હોસ્પિટલોમાં ૨૦૦૫ બેડ ખાલી પડયા છે.

 


પરિમલ પંડાએ વધુમાં જણાવ્યું હતું કે મ્યકરમાઈકોસીસના ૬૦૦ જેટલા દર્દીઓ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે સિવિલ હોસ્પિટલ નું ભારણ ઘટાડવા માટે ઓપરેશન થઇ ગયા બાદ ના સારવાર માટે રાખવાના હોય તેવા ૭૫ દર્દીને સમરસ હોસ્ટેલ માં શિટ કરવામાં આવ્યા છે.

 

મ્યુકરમાઈકોસિસના દર્દીઓ માટેના ૬૦૦ ઈન્જેકશન આવ્યા: તંગી દૂર
૨૬ ખાનગી હોસ્પિટલોને ૧૪૩ દર્દી માટે ફાળવણી કર્યા પછી પણ વધ્યા

 


ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મ્યકરમાઈકોસીસના દર્દીઓની સારવારમાં અત્યાર સુધી ઈન્જેકશનની ખેંચ વરતાતી હતી એ આજથી દુર થઈ ગઈ છે ગાંધીનગરથી ૬૦૦ ઈન્જેકશન નો મોટો જથ્થો આજે સવારે રાજકોટ આવી પહોંચ્યો છે તેમ જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજકોટની ૨૬ ખાનગી હોસ્પિટલોને ઇન્જેકશનની ફાળવણી કરી છે અને ૧૪૩ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે આ તમામ હોસ્પિટલોને જથ્થો ફાળવવામાં આવી રહ્યો છે અને આમ છતાં ઇન્જેકશન સ્ટોકમાં પડી રહેશે તેથી ચિંતાનું કોઇ કારણ રહેતું નથી.

 


અત્યાર સુધી મ્યકરમાઈકોસીસના દર્દીઓને લીપોઝોમલ એમ્ફીટેરેસીન ઇન્જેકશન આપવામાં આવતા હતા તેના બદલે આજે ૬૦૦ ઈન્જેકશન આવ્યા છે તે લાયોફીલઝેડ એમ્ફીટેરેસીન આવ્યા છે અને તે સારવારમાં વધુ કારગત હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે કલેકટરના જણાવ્યા મુજબ અગાઉ ઇન્જેકશન આવતા તેના દૈનિક છ ઈન્જેકશન નો કોર્ષ કરવો પડતો હતો પરંતુ આજે આવેલ ઈન્જેકશનનો માત્ર એક કોર્ષ કરવાથી સાં થઈ જાય છે અને વધુ વજનવાળા કોઈ દર્દી હોય તો એને બે આપવા પડે છે. એક સવાલના જવાબમાં કલેકટરે જણાવ્યું હતું કે વાઈટ ફગસનો એક પણ કેસ હજુ સુધી રાજકોટ શહેર કે જિલ્લામાં નોંધાયો નથી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS