“આવા કેસમાં જામીન આપતી વખતે ન્યાયાધીશોએ ખૂબ કાળજી રાખવી જરૂરી”, પોક્સો એક્ટ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ વેંકટ જ્યોતિર્માઈ પ્રતાપનું કથન
પોક્સો એક્ટ કેસની સુનાવણી દરમિયાન આંધ્રપ્રદેશ હાઈકોર્ટના જસ્ટિસ વેંકટ જ્યોતિર્માઈ પ્રતાપે કહ્યું કે કોર્ટ કિશોરોના પ્રેમને નિયંત્રિત કરી શકતી નથી. આ કેસમાં 21 વર્ષના આરોપી યુવકને જામીન આપતાં તેમણે કહ્યું કે આવા કેસમાં જામીન આપતી વખતે ન્યાયાધીશોએ ખૂબ કાળજી રાખવી જોઈએ.
યુવતીના પરિવારની ફરિયાદ પર પોલીસે યુવક વિરુદ્ધ પોક્સો સહિતની અનેક કલમો હેઠળ કેસ નોંધ્યો હતો અને યુવકની ધરપકડ કરવામાં આવી હતી. તેણે જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. સુનાવણી દરમિયાન કોર્ટને જાણવા મળ્યું કે યુવતીની ઉંમર 16 વર્ષની છે અને તે યુવકના પ્રેમમાં હતી. યુવતીના પરિવારજનોને પ્રેમ પ્રકરણની જાણ થતાં તેઓએ યુવતીને ઠપકો આપી યુવક સાથે લગ્ન કરવાની ના પાડી હતી. બાદમાં બંનેએ મંદિરમાં લગ્ન કરી લીધા હતા. ફરિયાદ પક્ષે આરોપ લગાવ્યો છે કે લગ્ન બાદ યુવતીનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું. બાળકીએ નવમા ધોરણ પછી શાળા છોડી દીધી હતી અને ઘરે અભ્યાસ કરતી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech