છેલ્લા કેટલાક વર્ષોથી યુવાનોમાં ટેટૂ અને પિયર્સિંગનું ચલણ ધીમે ધીમે વધી રહ્યું છે. શોખ કે દેખાદેખીને કારણે મોટાભાગના લોકોના શરીર પર ઓછામાં ઓછું એક ટેટૂ તો જોવા મળે જ છે, પણ એક કપલ એવું છે જેણે પોતાનું આખું શરીર ટેટુથી ચીતરી નાખ્યું છે.
છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં રહેલ આર્જેન્ટિનાના એક કપલને જોઈને લોકો આજકાલ કંઈક આવું જ કહી રહ્યા છે, આ કપલના 98 ટકા શરીર પર ટેટૂ છે અને 91 બોડી મોડિફિકેશન કરાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા વર્ષ 2014માં આ જ કપલે 84 મોડિફિકેશન કરાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. હવે ગેબ્રિએલા અને વિક્ટરે પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે. વિક્ટરે તેનું પહેલું ટેટૂ 11 વર્ષની ઉંમરે કરાવ્યું હતું પણ ગેબ્રિએલાના લગ્નના એક વર્ષ સુધી કોઈ બોડી મોડિફિકેશન કરાવ્યું ન હતું. વિક્ટરનું પહેલું ટેટૂ ગેબ્રિએલાને એટલું ગમ્યું કે તેને પણ બોડી મોડિફિકેશન કરાવવાનું મન બનાવી લીધું હતું.
કપલે તેમના શરીર પર 50 પિયર્સિંગ, 8 માઇક્રોડર્મલ્સ, 14 બોડી ઇમ્પ્લાન્ટ્સ, 5 ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ, 4 ઇયર એક્સ્પાન્ડર, 2 ઇયર બોલ્ટ્સ અને 1 ફોર્ક્ડ ટંગ કરાવ્યા છે. એટલું જ નહીં, બંનેએ તેમની આંખોના સફેદ ભાગ પર પણ ટેટૂ કરાવ્યા છે, જેથી તેમની આંખો સંપૂર્ણપણે કાળી દેખાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડ: રાજ્યસભામાં ગુંજ્યો મુદ્દો, શક્તિસિંહનો ગંભીર આરોપ
December 03, 2024 08:07 PMહિન્દુ સેનાએ ASIને જામા મસ્જિદનો સરવે કરવા પત્ર લખ્યો, સીડીઓમાં મૂર્તિઓના અવશેષ હોવાનો દાવો કર્યો
December 03, 2024 05:58 PMશું છે મારબર્ગ વાયરસ? જાણો તેના લક્ષણો,ભારતમાં કેટલો ખતરનાક?
December 03, 2024 05:41 PMઅત્યાર સુધી સાંભળ્યું છે કે કાયદાની નજરમાં બધા સમાન છે, પરંતુ હકીકત કયક અલગ છેઃ પીએમ મોદી
December 03, 2024 05:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech