દેશનું સૌથી મોટું વ્હીકલ્સ સ્ક્રેપ યાર્ડ ભાવનગરમાં સ્થાપવાની ગતિવીધી તેજ

  • March 26, 2021 02:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્ર સરકારની રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈ વે વિભાગની ઉચ્ચસ્તરિય ટીમ એ ભાવનગરની લીધી મુલાકાત


 

જૂના વાહનો પ્રદૂષણ ફેલાવતા હોય આવા વ્હીકલને સ્ક્રેપમાં ફેરવી નાખવા કેન્દ્ર સરકાર દ્વારા યોજના જાહેર કરવામાં આવી છે. દેશમાં આવા વ્હીકલ સ્ક્રેપ યાર્ડ શ કરવાના છે ત્યારે દેશનું સૌથી મોટું આવું સ્ક્રેપ યાર્ડ ભાવનગરમાં બને તે માટેની શક્યતાઓ તપાસાઈ રહી છે. આ અંગે ગતિવીધિઓ તેજ બની છે. કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે વિભાગમાંથી એક ઉચ્ચ સ્તરીય ટીમ ગુવારે ભાવનગરની મુલાકાતે આવી હતી. કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇ-વે વિભાગમાંથી આવેલ ટીમના ક્ધસલ્ટન્ટ સુનેશ સપનજીએ ભાવનગર જીલ્લામાં વ્હીકલ સ્ક્રેપ યાર્ડ સ્થાપવા માટેની શક્યાતાઓ તપાસવાનો માટે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના હોલ ખાતે શક્યતા ચકાસવા વાતર્લિાપ કર્યો હતો.

 


અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં જહાજ ભાંગવાથી નિકળતા સ્ક્રેપ અને કાર ભાંગવામાંથી નિકળતા સ્ક્રેપની પ્રક્રિયાઓ સમાન હોય છે, અલંગમાં જીએમબીની આર્ટ ઓફ ટેકનોલોજી સમાન ટીએસડીએફ સાઇટ આવેલી છે જ્યાં વ્હીકલ ભાંગવામાંથી નીકળતો કચરો મોકલી શકાય તેમ છે. ભાવનગર જિલ્લાની રી-રોલિંગ મિલો, ફરનેસ મિલોમાં કાચા માલ તરીકે સ્ક્રેપની અછત વતર્યિ છે, જો વ્હીકલ સ્ક્રેપ યાર્ડ જિલ્લામાં સ્થાપવામાં આવે તો રોલિંગ મિલોનું ઉત્પાદન બેવડાઇ શકે અને વેચાણ પણ વધી શકે તેવી શક્યતાઓ છે. કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇ-વે વિભાગમાંથી આવેલ ટીમે બપોર બાદ અલંગની મુલાકાત લીધી હતી, અને અહીં કામદાર તાલીમ સંકુલ, ટીએસડીએફ સાઇટ, શિપ બ્રેકિંગ પ્લોટની કામગીરીનો અભ્યાસ કર્યો હતો.

 


વ્હીકલ સ્ક્રેપ માટેની કેન્દ્ર સરકાર દ્વારા પોલીસી તૈયાર થઇ રહેલ છે તે અંગેના પણ સૂચનો મેળવી રીપોર્ટ રજુ કરવાનો છે. હાલમાં જે વાહનો છે તેના ફિટનેસ માટે પોલીસી ઘડવામાં આવી રહી છે જૂની ગાડીઓના કારણે પોલ્યુશન વધે છે. હાલમાં દેશમાં લગભગ 1 કરોડ વાહનો રોડ ઉપર ચલાવવા માટે ફીટ નથી છતાં ચાલી રહેલ છે. એપ્રિલ-2021માં કેન્દ્રના પરિવહન મંત્રી નીતિન ગડકરી આ માટે વેબિનાર કરનાર છે. ગવર્નમેન્ટ વ્હીકલ 15 વર્ષથી વધારે ચલાવી શકાતા નથી. વ્હીકલ સ્ક્રેપ માટે દેશભરમાં 55 સેન્ટર ઉભા કરવામાં આવનાર છે.

 


કેન્દ્રીય ટીમના નિષ્ઠા માનચંદા તથા જીએમબીનાં અધિકારી અતુલ શમર્િ ઉપસ્થિત રહેલ. ચેમ્બર હોલ ખાતે મુલાકાતી ટીમની સાથે પ્રશ્નોત્તરીનું પણ શેસન રાખવામાં આવ્યુ હતુ. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ સૌએ વ્હીકલ સ્ક્રેપ યાર્ડની સ્થાપના માટે ભાવનગર જીલ્લો ખુબ જ યોગ્ય હોવાનું જણાવી આ યાર્ડની સ્થાપના ભાવનગર જીલ્લામાં જ થાય તેવું મંતવ્ય વ્યક્ત કર્યુ હતુ.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS