દેશની દરિયાઈ સુરક્ષા વધી : પ્રથમ સ્વદેશી ઓટોનોમસ અંડરવોટર વ્હીકલ થશે લોન્ચ,સમુદ્રની અંદર આ રીતે કરશે કામ

  • July 28, 2023 04:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશની દરિયાઈ તાકાત વધારવા માટે દેશમાં જ બનેલ ઓટોનોમસ અંડરવોટર વ્હીકલ બંગાળની ખાડીમાં લોન્ચ કરવામાં આવશે. જે પહેલું અંડરવોટર વ્હીકલ હશે. તે સ્વ-સંચાલિત રોબોટિક સબમરીન છે.પાણીની અંદર સબમરીન ચલાવા માટે કોઈ વ્યક્તિની જરૂર નહિ પડે તેથી કોઈપણનો જીવ જોખમમાં નહી મુકાય. આ ઉપરાંત પાણીની અંદર શાંતિથી ચાલતું હોવાથી દુશ્મન દેશોને જાણ પણ ન થાય એ રીતે તેઓ પર નજર રાખશે.


દરિયાની અંદર દેખરેખ અને જાસૂસી માટે પ્રથમ ઓટોનોમસ અંડરવોટર વ્હીકલ લોન્ચ કરવામાં આવશે. તે પાણીની અંદર સ્વ-સંચાલિત સબમરીન છે. તે સંપૂર્ણપણે દેશમાં બનાવવામાં આવેલ છે.કોલકાતા સ્થિત ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ એ ઓટોનોમસ અંડરવોટર વ્હીકલ બનાવ્યું છે. સમુદ્રની અંદર શાંતિથી ચાલવામાં માહિર છે.


સંપૂર્ણપણે સ્વદેશી ઓટોનોમસ અંડરવોટર વ્હીકલ બંગાળની ખાડીમાં લોન્ચ કરવામાં આવશે. તેમાં ઘણી અત્યાધુનિક ટેકનોલોજી લગાવવામાં આવી છે. જેથી દુશ્મન દરિયામાં કોઈ પણ પ્રકારનું ષડયંત્ર રચે છે તો તે જાણી શકાશે.જો તે સમુદ્ર પર નજર રાખવા માટે ઉતરશે તો દુશ્મનની નાપાક હરકતો પહેલા માહિતી મળી જશે.


જેના કારણે રિયલ ટાઈમમાં દરિયાઈ દેખરેખ કરી શકાય છે. દરિયાઈ દેખરેખને મેરીટાઇમ સર્વેલન્સ કહેવામાં આવે છે. હવે આ એયુવી કે ડ્રોન આ કામમાં મદદ કરે છે. જ્યારે કોઈ દેશની દરિયાઈ સરહદ એટલી મોટી હોય છે. ત્યારે માત્ર મોજા ઉપરથી દેખરેખ રાખવાનું કામ કરતું નથી પરંતુ દરિયાની અંદરથી પણ ધ્યાન રાખશે.


મેડ ઈન ઈન્ડિયા એયુવી ખૂબ જ આર્થિક અને ખૂબ જ અદ્યતન છે. તે સમુદ્રની અંદર લાંબા સમય સુધી આપમેળે દેખરેખ રાખે છે. આનાથી મોટા જહાજો, તકનીકો, સાધનો અને સૈનિકોને રોજગારી આપવાનો ખર્ચ બચશે. તે વાસ્તવિક સમયની દેખરેખ માટે ફાયદાકારક છે. તેની અંદર એડવાન્સ સેન્સર લગાવવામાં આવ્યા છે. અત્યાધુનિક કેમેરા ફીટ કરવામાં આવ્યા છે. રડાર છે. ઇન્ફ્રારેડ ટેક્નોલોજી પણ ઇન્સ્ટોલ કરેલી છે. જે તેને તમામ પ્રકારની દેખરેખ અને જાસૂસી માટે યોગ્ય બનાવે છે.


અત્યારે જહાજો અથવા વિમાનો દ્વારા સમુદ્રનું નિરીક્ષણ કરવામાં આવે છે. ઓટોનોમસ અંડરવોટર વ્હીકલ લોન્ચ થયા બાદ નેવી, કોસ્ટગાર્ડ આ તમામ પર નજર રાખી શકશે અને જાસૂસી કરી શકાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application