20થી 25 એપ્રિલ વચ્ચે પીક આવશે, 25 પછી રાહત

  • April 16, 2021 10:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આઈઆઈટી કાનપુર ના નિષ્ણાતોનો અભિપ્રાય: એક્ટિવ કેસમાં થશે ઘટાડો: લોકો વધુ સાવધાની રાખે તે જરૂરી

 



અત્યારે દેશમાં કોરોનાવાયરસ મહામારીની બીજી લહેરથી હાહાકાર મચેલો છે અને મૃત્યુ તથા કેસના પ્રમાણમાં ભયંકર વધારો થયો છે પરંતુ કાનપુર આઈઆઈટીના નિષ્ણાંતોએ લોકોને હાશકારો થાય તેવી વાત કરી છે. તેમણે કહ્યું છે કે 25 એપ્રિલ બાદ કોરોનાના આક્રમણમાં થી રાહત મળવાની શરૂઆત થઇ જશે.

 


નિષ્ણાંતોએ કરેલા અભ્યાસ બાદ એક અહેવાલ જારી કરવામાં આવ્યો છે અને તેમાં એવો ઉલ્લેખ પણ છે કે 20 થી 25 એપ્રિલ ની વચ્ચે કોરોનાવાયરસ મહામારી ભયંકર સ્વરૂપ ધારણ કરશે અને પીક પર આવી જશે.

 


25 એપ્રિલ બાદ દેશમાં રાહત મળવાની શરૂઆત થઇ જશે તેવી પૂરેપૂરી શક્યતા છે અને એક્ટિવ કેસની સંખ્યામાં ઘટાડો થવાનો પ્રારંભ થઇ જશે અને મે માસના અંત સુધી પરિસ્થિતિ ખૂબ જ સુધરી જવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

 


જોકે નિષ્ણાંતોએ કહ્યું છે કે 20 થી 25 એપ્રિલ ની વચ્ચે લોકોએ સંભાળવા કેવું છે અને જરા પણ બેદરકારી રાખવા જેવી નથી કારણ કે કોરોનાવાયરસ આ આ સમયગાળા દરમિયાન ભયંકર સ્વરૂપ માં આવી જશે અને એકા એક કેસમાં ભયંકર ગતિથી વધારો થવાની શક્યતા છે.

 


આઈઆઈટી કાનપુર ના પ્રોફેસર મહેન્દ્ર અગ્રવાલના જણાવ્યા મુજબ વાયરસ ની બીજી લહેર પહેલા કરતા વધુ ખતરનાક દેખાઈ રહી છે. એમણે કહ્યું છે કે અમારી ટીમ દ્વારા ગણિતીય મોડલ થી કોરોનાવાયરસ નો અભ્યાસ કર્યો છે અને હજુ પણ અમારો અભ્યાસ ચાલુ જ રહેશે.

 


આ અભ્યાસ મુજબ 20 થી 25 એપ્રિલ ની વચ્ચે દરરોજના કેસમાં ભયંકર વધારો થઇ શકે છે સાથોસાથ વાયરસ ની પીક વેલ્યુ પણ બદલાઈ રહી છે અને એટલા માટે એક દિવસમાં સૌથી વધુ કેચ આપી રહ્યા છે પરંતુ 25 એપ્રિલ બાદ કેસ ઘટવાની શરૂઆત થઇ જશે અને એક્ટિવ કેસની સંખ્યામાં પણ મોટો ઘટાડો થઈ જશે અને મેના અંત સુધીમાં પરિસ્થિતિ ખૂબ જ રાહત રૂપ બની જશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS