આજે કોરોના સામેની લડતનો એકશન પ્લાન ઘડશે જી–૨૦ દેશના વડાઓ

  • March 26, 2020 11:50 AM 545 views

  • વીડિયો કોન્ફરન્સથી હાજરી આપશે મોદી: કોરોના વાયરસની અસર અને તેની સારવાર માટે વ્યાપક ચર્ચા થશે


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કોરોના વાયરસ પર જી–૨૦ સંમેલનમાં હાજરી આપશે. કોરોના સંક્રમણને કારણે આ વખતે સંમેલન વીડિયો કોન્ફરન્સથી થઈ રહ્યું છે. તેથી તેને જી–૨૦ વર્ચુઅલ સમિટ નામ આપવામાં આવ્યું છે. આ વખતે જી–૨૦ સંમેલનના આયોજનની જવાબદારી સાઉદી અરબની પાસે છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીટ કયુ, 'કોવિડ–૧૯ મહામારીનો સામનો કરવામાં જી–૨૦ એક મહત્વની ભૂમિકા ભજવવાનું છે.' વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તેઓ આજે આ મુદ્દા પર પ્રભાવી અને લાભકારી ચર્ચાની આશા કરી રહ્યાં છે. જી–૨૦ની આ બેઠકમાં કોરોના વાયરસની અસર અને તેની સારવાર માટે વ્યાપક ચર્ચા થશે. જી–૨૦ દેશ આ દરમિયાન પેકેજની જાહેરાત કરી શકે છે.


જી–૨૦ સંમેલનમાં ૧૯ ઔધોગિક દેશ અને યૂરોપિયન યૂનિયન હાજરી આપશે. આશા વ્યકત કરવામાં આવી રહી છે કે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાનારા આ સંમેલનમાં કોરોના સામે લડવા માટે એકશન પ્લાન તૈયાર કરવામાં આવશે. સૂત્રો પ્રમાણે આ વીડિયો કોન્ફરન્સ આજે સાંજે ૫.૩૦ કલાકથી લઈને સાંજે ૭ કલાક સુધી હોઈ શકે છે