મહાપાલિકાની 72 બેઠકની કાલે 6 સ્થળોએ મત ગણતરી

  • February 23, 2021 02:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડની 72 બેઠક માટેની ચૂંટણીનું મતદાન રવિવારે પુરું થયા બાદ આવતીકાલે સવારે 9 વાગ્યાથી મત ગણતરી શ કરવામાં આવશે અને બપોર સુધીમાં મોટાભાગના પરિણામો જાહેર થઈ જશે. રાજકોટ શહેરમાં અલગ-અલગ 6 સ્થળોએ ત્રણ-ત્રણ વોર્ડની મત ગણતરી રાખવામાં આવી છે અને તે અંગેની તમામ તૈયારી આજે પુરી થઈ ગઈ છે. જિલ્લા કલેકટર રેમ્યા મોહન, અધિક કલેકટર પરિમલ પંડયા, ચૂંટણી શાખાના અધિકારી અતુલભાઈ પંડયા સહિતનાઓએ આજે મત ગણતરી કેન્દ્રની વિઝિટ કરી હતી.

 

રાજકોટમાં 567001 પુરુષ અને 526990 મહિલા મતદારો સહિત કુલ 1093991 મતદારો છે તે પૈકી 309254 પુરુષો અને 245609 મહિલાઓ મળી કુલ 554863નું મતદાન થયું છે. સરેરાશ 50.72 ટકા મતદાન થયું છે. સૌથી વધુ મતદાન વોર્ડ નં.4માં 57.59 અને સૌથી ઓછું વોર્ડ નં.1માં 45.02 ટકા થયું છે. કંગાળ મતદાન છતાં ભાજપ અને કોંગ્રેસ પોતાના વિજયના દાવા કરી રહેલ છે તો બીજી બાજુ અમારું પણ ખાતું ખૂલશે તેવો દાવો આમ આદમી પાર્ટી કરી રહી છે. કોના દાવા સાચા ઠરશે તેનો અંદાજ આવતીકાલે બપોર સુધીમાં આવી જશે.

 


આવતીકાલે સવારે વોર્ડ નં.1થી 3ની મત ગણતરી વીરબાઈમા મહિલા કોલેજમાં, વોર્ડ નં.4થી 6ની મત ગણતરી ચૌધરી હાઈસ્કૂલમાં, વોર્ડ નં.7થી 9ની મત ગણતરી વિરાણી હાઈસ્કૂલમાં, વોર્ડ નં.10થી 12ની મત ગણતરી એવીપીટીમાં, વોર્ડ નં.13થી 15ની મત ગણતરી પી.ડી. માલવિયા કોલેજમાં અને વોર્ડ નં.16થી 18ની મત ગણતરી વાણિયાવાડીમાં, આનંદનગર મેઈન રોડ પર આવેલ પૂ.રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલમાં કરવામાં આવશે.

 


કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિજેતા ઉમેદવાર મત ગણતરીના સ્થળેથી વિજય સરઘસ કાઢી નહીં શકે તેવું ચૂંટણીપંચે ફરમાન કર્યું છે.
આવતીકાલે મત ગણતરીમાં મર્યિદિત સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તે માટે મીડિયાને પાસ આપવામાં આવ્યા નથી.

 

રાજકોટમાં 50.72 ટકા મતદાન: મહિલાઓનું માત્ર 46.61 ટકા
રાજકોટ મહાનગરપાલિકાની રવિવારે યોજાયેલી ચૂંટણીમાં મતદાનની ટકાવારી ઘણી ઓછી રહેવા પામી છે અને તેમાં પણ મહિલાઓનું મતદાન નોંધપાત્ર પ્રમાણમાં ઓછું રહ્યું છે. કુલ 529990 મહિલા મતદારોમાંથી 245690 મહિલાઓએ મતદાન કર્યું છે જે ટકાવારી 46.61 ટકા થાય છે. પુરુષ મતદારોની કુલ સંખ્યા 567001 છે તેમાંથી 309254નું મતદાન થતાં પુરુષ મતદાનની ટકાવારી 54.54 ટકા આવી છે જે એવરેજ મતદાન કરતાં ચાર ટકા જેટલી ઉંચી છે.

 

21 બેલેટ યુનિટ અને 4 ક્ધટ્રોલ યુનિટ બદલવા પડયા
રવિવારે યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ચાલુ મતદાર દરમિયાન બેલેટ યુનિટ અને ક્ધટ્રોલ યુનિટ બગડવાની ફરિયાદો મળી હતી અને તેના કારણે અલગ-અલગ જગ્યાએ બેલેટ યુનિટ અને ક્ધટ્રોલ યુનિટ બદલવા પડયા હતા. ચૂંટણી અધિકારીના જણાવ્યા મુજબ 21 બેલેટ યુનિટ અને 4 ક્ધટ્રોલ યુનિટ બદલવા પડયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS