71 લાખ પરિવારોને દિવાળી અને જન્માષ્ટમી પર રાહત દરે કપાસીયા તેલ અપાશે

  • March 03, 2021 07:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ માટે કુલ .1224 કરોડની જોગવાઇ


વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ઉમદા વિચારોથી આકાર પામેલી વન નેશન વન રેશનકાર્ડ યોજનાની કામગીરી ગુજરાત રાજ્યે પૂર્ણ કરી છે. હવે રાજ્યમાં ગમે ત્યાં રેશનકાર્ડ નોંધાયેલું હોય તો પણ રેશનકાર્ડ ધારકને રાજ્યની અન્ય કોઇપણ વ્યાજબી ભાવની દુકાનમાંથી અનાજ મળી શકે છે. દેશના અન્ય રાજ્યોમાં રેશનકાર્ડ ધરાવતા પરપ્રાંતિય નાગરિકોને પણ રાજ્યની કોઇપણ વાજબી ભાવની દુકાનમાંથી અનાજ મળી શકે છે.

 


રાજ્ય સરકાર દ્વારા જન્માષ્ટમી અને દિવાળીના તહેવાર નિમિત્તે અંતયોદય અને બીપીએલ કાર્ડ ધરાવતા 35 લાખ કુટુંબોને જ અન્યારે કુટુંબ દીઠ એક-એક લીટર કપાસીયા તેલ રાહત દરે આપવામાં આવે છે. હવે આ યોજનાનો વ્યાપ વધારી રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળના કુટુંબોને આવરી લઇ તમામ 71 લાખ કુટુંબોને જન્માષ્ટમી અને દિવાળી નિમિત્તે રાહત દરે એક-એક લીટર કપાસીયા તેલ આપવામાં આવશે. તે માટે ા.70 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

 


રાજ્યના ગેસ સિલિન્ડર વિહોણા અંદાજીત ત્રણ લાખ બાર હજાર લાભાર્થીઓને ગ્રીન અને કલીન ફયુઅલ સ્વપે કેરોસીનની જગ્યાએ પીએનજી અથવા એલપીજી ગેસ કનેકશન આપવા ા.50 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application