રાજકોટ યાર્ડમાં કપાસનો ભાવ ઓલ ટાઈમ હાઈ રૂા. ૧૫૩૦

  • June 01, 2021 05:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઘઉં અને ચણાના ૨૦૦ વાહનોની આવક, ઉભા વાહને જ હરાજી: આજથી તમામ ૩૫ જણસીઓની હરાજી શરૂ થઈ

 


રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં આજથી તમામ ૩૫ જણસીઓની હરાજી રાબેતા મુજબ શરૂ કરાતા બમ્પર આવક થઈ હતી. યાર્ડની એપ્લિકેશન પર ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરી આજથી ઘું અને ચણાની આવક શરૂ કરાતા આજે ૨૦૦ વાહનની આવક નોંધાઈ હતી. જયારે કપાસમાં ૨૦૦૯–૧૦ના વર્ષ બાદ એક દાયકા પછી રૂા.૧૫૩૦નો ઓલ ટાઈમ હાઈ ભાવ ઉપજયો હોવાનું જાણવા મળે છે.

 


રાજકોટ માર્કેટ યાર્ડના વેપારી વર્તુળોએ 'આજકાલ' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કપાસનો ભાવ ૧૦ વર્ષ બાદ ઓલ ટાઈમ હાઈ થયો હતો. કપાસનો ભાવ છેલ્લે ૨૦૦૯–૨૦૧૦માં ૧૫૦૦ નજીક પહોંચ્યો હતો જયારે આજે રાજકોટ યાર્ડમાં એક દાયકા પછી કપાસ બીટીનો ભાવ રૂા.૧૫૩૦ સુધી રહ્યો હતો. દસ વર્ષના લાંબા સમયગાળા બાદ ઓલ ટાઈમ હાઈનો નવો રેકોર્ડ સર્જાયો હતો. સાત હજાર મણની આવક થઈ હતી.

 

વેપારી વર્તૂળોએ ઉમેર્યુ હતું કે, જૂન માસના પ્રારંભે યાર્ડમાં ઓફ સિઝન જ હોય છે પરંતુ એપ્રિલમાં કોરોનાનો કહેર અને મે મહિનામાં મિનિ લોકડાઉનના કારણે યાર્ડમાં એક મહિનો સુધી સદંતર કામકાજ બધં રહેતા હાલ ઓફ સિઝનના સમરગાળામાં સિઝન જેવો ધમધમાટ જોવા મળી રહ્યો છે. પખવાડિયા પછી ચોમાસુ બેસી જાય તે પૂર્વે ખેડૂતો પણ માલ વેચવા ઉતાવળા બન્યા છે. વાવણી પૂર્વે નાણાની જાહેરાત રહેતી હોય ખેડૂતો પડતર માલનો નિકાલ કરવા લાગ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS