કોરોના સંકટને કારણે વેપારમાં ૬૦૦૦ કરોડનું તોતિંગ ગાબડું

  • March 24, 2020 11:35 AM 183 views

  • દેશમાં ઓટો સેકટરને બે અબજ ડોલરની ખોટનું અનુમાન
  • ભારતમાં દરરોજ ૧૫૦૦૦ કરોડનો વેપાર થતો હતો જે અત્યારે ૯૦૦૦એ પહોંચ્યો: લોકડાઉનને કારણે વેપારીઓની માઠીદેશમાં કોરોના વાયરસની મહામારી ઝડપથી ફેલાતાંની સાથે જ અનેક રાયોએ લોકડાઉન જાહેર કરી દીધું હતું જેના કારણે વેપાર–ધંધામાં મોટું ગાબડું પડયું છે. કોરોનાના ડરથી બજારો સૂમસામ થઈ ગઈ છે જેના કારણે વેપારને દરરોજ ૬૦૦૦ કરોડનું નુકસાન પહોંચી રહ્યું છે. આ બધાની વચ્ચે સૌથી વધુ નુકસાન ઓટો સેકટરને થઈ રહ્યું છે અને તેની ખોટનો અંદાજ બે અબજ ડોલર આંકવામાં આવ્યો છે.


વેપારીઓના ટોચના સંગઠને કેટના રાષ્ટ્ર્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે આર્થિક સુસ્તી વચ્ચે કોરોના સંકટે ઘરેલું કારોબારની કમર તોડી નાખી છે. કોરોના મહામારીને રોકવા માટે અત્યાર સુધી ૮૦ જિલ્લાને લોકડાઉન કરવામાં આવ્યા છે જેના કારણે બજારમાં માગ ઝડપથી ઘટી છે. જાન્યુઆરી સુધી દેશભરમાં રોજનો ૧૫ હજાર કરોડ રૂપિયાનો વેપાર થતો હતો જે ઘટીને અંદાજે ૯૦૦૦ કરોડ રૂપિયા સુધી આવી ગયો છે. આવનારા દિવસોમાં વેપાર–ધંધા ક્ષેત્રે વધુ ખરાબ સમય આવશે તેમ કહેવામાં કોઈ અતિશ્યોકિત નથી.


કેટના જણાવ્યા અનુસાર કોરોનાને કારણે ઈલેકટ્રોનિક, હાર્ડવેર, ગિફટ આઈટમ, ગેઝેટસ, ઘડીયાલ, કપડાં, ડ્રાયફ્રટ, મશીનરી, ફર્નિચર વગેરે વસ્તુઓની માગમાં તોતિંગ ઘટાડો નોંધાયો છે. કેટના જણાવ્યા અનુસાર ૩૧ માર્ચ સુધી દેશના તમામ મુખ્ય શહેરોમાં લોકડાઉન રહેવાથી ઘરેલું વેપારને અંદાજે ૧.૩૫ લાખ કરોડનો ઝટકો લાગશે કેમ કે તમામ પ્રકારની દુકાનો બિલકુલ બધં રહેવાની છે. આવામાં કારોબારીઓ સામે મોટો પડકાર આવવાનો હજુ બાકી છે.