શહેરમાં સુપર સ્પ્રેડર્સને શોધવા મહાપાલિકા કોરોના ટેસ્ટ વધારશે

  • March 18, 2021 04:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહાપાલિકાની આરોગ્ય કમિટીના નવનિયુકત ચેરપર્સન ડો.રાજેશ્રી ડોડિયાની ‘આજકાલ’ સાથે વાતચીત: હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સમાં પણ ચેકિંગ કરાશે

 


રાજકોટ શહેરમાં કોરોનાના કેસનું પ્રમાણ ફરી વધવા લાગ્યું છે ત્યારે મહાપાલિકા તંત્ર એલર્ટ થઈ ગયું છે અને ટેસ્ટ વધારવા માટે સક્રિય બન્યું છે. મહાપાલિકાએ આજે બપોરે જાહેર કરેલા સત્તાવાર કોવિડ બૂલેટિન અનુસાર ગઈકાલે 2816 નાગરિકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 88 નાગરિકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે આજે બપોર સુધીમાં વધુ 34 નાગરિકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. કેસની સતત વધતી જતી  સંખ્યા જોતા રાજકોટમાં કોરોનાનો ત્રીજો રાઉન્ડ શ થઈ ગયાનું ચિત્ર ઉપસી રહ્યું છે. આજની સ્થિતિએ શહેરમાં કોરોનાના કેસની કુલ સંખ્યા 17188એ પહોંચી ગઈ છે.

 


રાજકોટ મહાપાલિકાની આરોગ્ય કમિટીના નવનિયુકત ચેરપર્સન અને વ્યવસાયે પણ તબીબ એવા ડો.રાજેશ્રી ડોડિયાએ ‘આજકાલ’ સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોનાને હરાવવા માટે મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ફરી ટેસ્ટ વધારવામાં આવશે અને જર પડયે ફરી જાહેર ટેસ્ટ બૂથ પણ શ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, રાજકોટ શહેરની હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સમાં ચેકિંગ શ કરાશે. મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રોમાં સરપ્રાઈઝ ઈન્સ્પેકશન કરવામાં આવશે. ટૂંક સમયમાં આરોગ્ય શાખા અને ફૂડ શાખાના તમામ અધિકારીઓ સાથે એક બેઠક યોજાશે અને વર્ક પ્લાનિંગ તૈયાર કરવામાં આવશે.

 


તેમણે રાજકોટવાસીઓને અપીલ કરતાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીની બીજી લહેરથી બચવા માટે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને સાબુ તેમજ સેનેટાઈઝરથી હાથ ધોતા રહેવા ખુબ જરી છે માટે આ એસએમએસ થિયરીનું ચૂસ્તપણે પાલન કરીએ તો વાયરસનું સંક્રમણ ફેલાતું રોકી શકીએ છીએ. આગામી દિવસોમાં કોરોના ટેસ્ટનું પ્રમાણ વધારવામાં આવશે જેથી સુપર સ્પ્રેડર્સને શોધી શકાય અને તેને અલગ કરી શકાય જેથી કોરોનાની ચેઈન તોડી શકાય.

 


આરોગ્ય કમિટી ચેરપર્સન ડો.રાજેશ્રી ડોડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં રસીકરણની કામગીરી ખુબ સારી રીતે ચાલી રહી છે તેમ છતાં તેની ઝડપ વધારવા માટે પુરતા પ્રયાસો કરાશે. સિનિયર સિટીઝન્સ અને 45થી 59 વર્ષની વયના કોમોર્બિડ નાગરિકોને રસીકરણનો પહેલો અને બીજો તબકકો પૂર્ણ થાય ત્યારબાદ અન્ય સામાન્ય નાગરિકોને વેક્સિનેશન કરી શકાય તે માટેની વ્યવસ્થા પણ વિચારાધિન છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS