કામકાજ થી લઇને મનોરંજન સુધી કયા ક્ષેત્રોમાં જોવા મળશે બદલાવ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

કોરોના સંક્રમણ કાળમાં આપણી જીવનશૈલી પર ઘણો પ્રભાવ પડ્યો છે આપણા ખાનપાન થવાની બાબતથી લઈને કામકાજ અને દિવસભરની ગતિવિધિઓમાં ઘણા બદલાવ જોવા મળી રહ્યા છે ભારતમાં ચાર તબક્કાઓમાં લગાવવામાં આવેલા લોકડાઉન બાદ હવે અનલોક 1 નો પ્રારંભ થઈ ચૂક્યો છે સરકાર દ્વારા  ઘણી બધી ઢીલ આપી દેવામાં આવી છે તેમ છતાં લોકોને માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા તેમજ સ્વચ્છતા સંબંધી સાવધાની રાખવા માટેની સલાહ આપવામાં આવી છે. લોકડાઉન દરમિયાન ઘણી બધી ગતિવિધિઓનો ટ્રેન્ડ બદલાય ચૂક્યો છે. પહેલા જે ચીજ-વસ્તુઓ ચલણમાં હતી જે આજે તો આપણા વ્યવહારમાં હતી તે હવે બદલાઇ ચૂકી છે. હાથ ન મીલાવવા ગળે ન મળવા જેવી ઘણી બધી સામાજિક વ્યવહારિક બાબતો હવે બદલાઈ ચૂકી છે.

 

કામકાજની પધ્ધતિ


લોકડાઉન દરમિયાન લાખો કરોડો લોકોએ વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરે રહીને કામ કર્યું છે જેમાંથી ઘણા બધા લોકો હજુ પણ ઘરેથી જ કામ કરી રહ્યા છે, આ દરમિયાન મીટીંગ પ્લાનિંગથી લઈ પોતાના સહકર્મીઓ સાથે વાતચિત ચર્ચા વગેરેમાં પણ વિડીયોકોલ નો સહારો લેવામાં કે પછી ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, આર્કિટેક વિશેષજ્ઞોનું માનીએ તો આગામી દિવસોમાં ઓફીસનું સ્વરૂપ પણ બદલાયેલું જોવા મળી શકે છે.

 

શિક્ષણ પદ્ધતિ

 

વિશ્વમાં કેટલીક જગ્યાઓ પર જ્યાં શાળાઓમાં નર્સરી ખોલવામાં આવ્યા છે ત્યારે સામાજિક અંતર યથાવત રાખવામાં આવી રહ્યું છે જ્યારે શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને માટે આ પરીક્ષાની ઘડી છે અને ધીરજની પરીક્ષા પણ કહી શકાય. બીબીસીના એક રિપોર્ટ પ્રમાણે ઇટાલીના ઈવરીયામાં કે.જી સ્કૂલોમાં ગાર્ડન ટેસ્ટ હેઠળ ખોલવામાં આવ્યા છે જેથી ચેક કરવામાં આવી રહ્યું છે કે લોકડાઉન બાદ સ્કૂલો ફરીથી કેવી રીતે ખોલી શકાય છે. સ્કૂલો ફરીથી કેવી રીતે ખોલી શકાય છેભારતમાં હાલ મોટાભાગની સ્કૂલ ઓનલાઇન શિક્ષણ આપી રહી છે. કૉલેજો અને વિશ્વવિદ્યાલયોમાં પણ આ પેટર્ન અપનાવવામાં આવી રહી છે.

 

રોજીંદા કાર્ય 

 

લોકડાઉન પેલા લોકો સોસાયટીના પાર્કમાં આરામથી બેસતા હતા. રોજિંદી  ઘટનાઓ ,વાર્તાઓ સર્જાતી હતી. પરંતુ કોરોના એતો લોકોની હસી જાણે લીધી હોય તેવું લાગી રહ્યું છે પાર્કમાં પરિવાર સાથે પેશન હોય તેને મહિનાઓ વીતી ગયા છે. લોકડાઉન પૂર્ણ તો થયું પરંતુ હજી પણ લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બાળકોના રમત પર તેનો મોટો પ્રભાવ જોવા મળી રહ્યો છે. એ બાબતો અલગ છે કે પહેલાની તુલનામાં લોકો હવે પાર્કમાં જવાનું ઓછું પસંદ કરશે.

ખરીદ પદ્ધતિ 


લોકડાઉનમાં દુકાનોથી ખરીદી કરવાની પદ્ધતિમાં ફેરફાર થયો છે, સરકારની ઢીલ બાદ ઓનલાઇન ખરીદીનો ફરીથી પ્રારંભ થઇ રહ્યો છે બજારોમાં લાઈનમાં ઊભા રહેવા અને ધીરજ રાખવા સાથે આપણા વર્તનમાં ઘણો બધો ફેરફાર જોવા મળી રહ્યો છે. સમજદાર લોકો સામાજિક અંતરનું પાલન કરી રહ્યા છે આગામી દિવસોમાં પણ શોપિંગ મોલ્સ ખુલ્લા રહેશે તો એ જોવું પડશે કે લોકો કેટલો સમય સુધી સંયમથી વર્તી  શકે છે. કોરોના નો ખતરો ટળ્યો નથી આ માટે લોકો એ ધ્યાન રાખવું જ પડશે.

 

હોટલ અને રેસ્તોરેન્ટ

 

છેલ્લે તમે રેસ્ટોરન્ટમાં ક્યારે ગયા હતા તે પછી છેલ્લે ફૂટપાથ પર ઊભા રહી અને પાણીપુરી કે કચોરીના ચટકારા ક્યારે લીધા હતા ? યાદ નથી આવતું ને કારણ કે તે ધીરે-ધીરે હવે બધું ભૂલી રહ્યું છે ત્યારે જુના વિશ્વાસ સાથે પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં ક્યારેય બેસી શકશો તેની કલ્પના કરી છે ? યાદ નથી આવતું ને કારણ કે તે ધીરે-ધીરે હવે બધું ભૂલી રહ્યું છે ત્યારે જુના વિશ્વાસ સાથે પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં ક્યારેય બેસી શકશો તેની કલ્પના કરી છે? શું તમે ફૂટપાથ પર બેસી અને પહેલાની જેમ સામાન્ય જીવન વ્યતિત કરી શકશો ? હૃદય અને જીભનો ઈલાજ શું કરશો ?  ડોક્ટરોની સલાહ છે કે તમામ પરિસ્થિતિ થાળે ન પડી જાય ત્યાં સુધી ધ્યાન રાખવું જરૂરી છે.

 

થીયેટર અને લાઇવ કોન્સર્ટ 


પાછલા કેટલાક દિવસથી જીવન વિચિત્ર થઇ ગયું છે મનોરંજન માટે બહાર નીકળવું દુષ્કર થઈ ગયું છે તમે છેલ્લે કયું મૂવી અને ક્યારે જોયું હતું ? છપાક,ઇંગ્લીશ મીડીયમ, થપ્પડ  જોકર કે પછી બીજું કોઈ લાઈવ કોન્સર્ટ જોયા, સાંભળ્યા તેને કેટલા દિવસો થયા ? આગામી દિવસોમાં થિયેટર ખૂલશે તો પણ તેની સીટિંગ એરેન્જમેન્ટ કે ટીકીટ  વ્યવસ્થા કેવી હશે લાઈવ કોન્સર્ટ વગેરે કેવા હશે તે બાબતે લોકોને  પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે.

 

લાગ્નાસંરંભ


લોકડાઉન પહેલા ઘણા બધા લગ્નની તારીખ થઈ ચૂક્યા હશે જે આ સમય માં સ્થગિત કરી દેવામાં આવ્યા છે, પરંતુ કેટલાક ટકા લગ્ન બિલકુલ સાદાઈથી યોજવામાં આવી રહ્યા છે સરકારે ઢીલ આપી દીધી છે, પરંતુ આગામી દિવસોમાં વર અને કન્યા બંને પક્ષ મળીને મહેમાનો સહિત સંખ્યામાં યોજવાનું સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે એવામાં માસ્ક અને સામાજિક અંતર જાળવવા માટે સાદગીથી આય્પ્જ્ન કરવા પડે તેમ છે ત્યારે  પહેલાની જેમ લગ્ન માટે ઉલ્લાસ અને ઉમંગ જોવા મળી રહ્યા નથી. લોકોના મનમાં નિરાશા જોવા મળી રહી છે. તેમજ લોકો સંશય અનુભવી રહ્યા છે કે આગામી દિવસોમાં જે લોકો  લગ્ન સમારંભમાં જોડાશે ત્યારે કોરોના થી બચી રહેશે કે નહીં. આવું આગામી થોડા મહિનાઓ સુધી કાયમ રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS