કોરોનામા કલેકટર તંત્રની કામગીરી પ્રશંસનીય: શિક્ષણમંત્રી

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં થોડા દિવસ પહેલા કોરોનાનો એક કેસ પોઝિટિવ મળ્યો હતો પરંતુ ત્યારબાદ તેની સંખ્યામાં વધારો થયો નથી અને પરિવારના સભ્યોના સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા હતા તે નમૂનાઓ પણ નેગેટિવ આવ્યા છે.અને તે માટે રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનની રાહબરી હેઠળ તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી અભિનંદનને પાત્ર છે તેવી વાત કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકારો સાથેની વાતચીતમાં કરી હતી.


ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે રાજકોટના કલેકટર તંત્રને આપીએ તેટલા અભિનંદન ઓછા છે.કોરોનાનો એક કેસ પોઝિટિવ બહાર આવ્યા બાદ તંત્ર દ્વારા પુરા પ્લાનિંગ સાથે જે કામગીરી કરવામાં આવી છે તેના કારણે એક ના બે કેસ થયા નથી.ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે વિકસિત દેશોની સરખામણી ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને ગુજરાતમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સમયસર જે કામગીરી કરી છે અને ઉચિત પગલાં લીધા છે તેના કારણે કોરોનાની પરિસ્થિતિ સામે સારી કામગીરી થઇ રહી છે. કોંગ્રેસના ધારાસભ્યો સ્વિમિંગ પુલમાં ધુબાકા મારવા ગયા છે.પરંતુ અમે સમગ્ર ગુજરાતને એક ગણીએ છીએ અને તેથી ભાજપના ધારાસભ્યો આવા વિસ્તારોમાં જઈને જનજાગૃતિ સહિતની કામગીરી કરી રહ્યા છે.પત્રકારો સાથેની વાતચીત વખતે જિલ્લા કલેક્ટર રમ્યા મોહન,પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયા, પૂર્વ કલેકટર અને કોરોના રોગચાળા સંદર્ભે રાજકોટ માટે વિશેષ જવાબદારી જેમને સોંપવામાં આવી છે તેવા રાહુલ ગુપ્તા, મેયર બીનાબેન આચાર્ય સહિતના ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS