લોકડાઉન વિના કોરોના ડાઉન નહીં થાય: રાજકોટમાં ૮૬૧ કેસ

  • April 27, 2021 03:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં લોકડાઉન વિના હવે કોરોના કોઈપણ સંજોગોમાં ડાઉન નહીં થાય તેવું જણાઈ રહ્યું છે. છેલ્લા ૩૬ કલાકમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. ગઈકાલે રવિવારે દિવસ દરમિયાન સ્વૈચ્છિક લોકડાઉન અને રાત્રે ૮થી સવારના ૬ સુધી કરફયુ અમલી હોવા છતા છેલ્લા ૩૬ કલાકમાં રાજકોટ શહેર વિસ્તારમાં કોરોનાના ૮૬૧ પોઝિટિવ કેસ મળતા મહાપાલિકા તત્રં અવાચક બની ગયું છે. એકંદરે અગાઉની સરખામણીએ ટેસ્ટિંગ ઘટાડી દેવામાં આવ્યું છે તેમ છતાં પોઝિટિવ રેશિયો વધી ગયો છે. રાજકોટની હાલત બદથી બદતર બની ગઈ છે. ખાસ કરીને કોરોનાની ફેમિલી બન્ચિંગ પેટર્નથી અનેક પરિવારો બીજી લહેરમાં ઝપટે આવી ગયા છે. એકસાથે પુરો પરિવાર સંક્રમિત થતો હોય તેવા કારણોસર કેસની સંખ્યા વધી રહ્યાનું પ્રાથમિક અનુમાન મ્યુનિસિપલ સ્ટાફ કરી રહ્યો છે.

 


વિશેષમાં મહાપાલિકાના સૂત્રોએ જાહેર કરેલી વિગતો મુજબ છેલ્લા ૩૬ કલાકમાં રાજકોટ શહેરમાં ૮૬૧ કેસ નોંધાયા છે જેમાં ગઈકાલે રવિવારે ૧૧,૨૩૮ નાગરિકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેમાંથી ૬૦૮ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. પોઝિટિવિટી રેશિયો હાલ સુધી ૩થી ૩.૫૦ ટકા જેવો હતો જે ગઈકાલે વધીને ૫.૪૧ ટકાએ પહોંચી ગયો હતો. દરમિયાન આજે તા.૨૬–૪–૨૦૨૧ના રોજ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં વધુ ૨૫૩ પોઝિટિવ કેસ મળી આવ્યા છે અને આ સાથે રાજકોટ શહેરમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૩૧,૧૮૯એ પહોંચી છે. મહાપાલિકાના કોવિડ બૂલેટિનમાં જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં હાલ સુધીમાં ૯,૫૨,૭૧૮ નાગરિકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં પોઝિટિવિટી રેઈટ ૩.૨૫ ટકા રહ્યો છે. યારે આજ સુધીમાં કુલ ૨૫,૭૮૬ દર્દીઓ સાજા થયા છે.

 


મહાપાલિકાના ૧૦ જાહેર ટેસ્ટ બૂથ અને ૨૧ આરોગ્ય કેન્દ્રો સહિત કુલ ૩૧ સ્થળોએ વિનામૂલ્યે એન્ટિજન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ તમામ સ્થળોએ લગાતાર ભીડ જોવા મળી રહી છે. એકંદરે અગાઉની સરખામણીએ ટેસ્ટ ઘટાડવામાં આવી રહ્યા છે તેમ છતાં પોઝિટિવ કેસ વધી રહ્યા છે તે ખુબ ગંભીર બાબત છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS