કોરોના કયારેય ખતમ નહીં થાય: સંશોધકોનો ચિંતાજનક ધડાકો

  • May 08, 2021 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

117 દેશોના આંકડાના આધાર પર રિપોર્ટ તૈયાર થયો: શિયાળો હોય કે ઉનાળો વાયરસ હંમેશા રહેશે: જર્મની અને ચાઈનીઝ સંશોધકોનો અભ્યાસદેશમાં કોરોના વાયરસ મહામારીની બીજી લહેર ખતરનાક બની ગઈ છે અને હાહાકાર મચાવી દીધો છે ત્યારે સૌના મોઢામાં અત્યારે એક પ્રશ્ર્ન એવો છે કે, કોરોના વાયરસ દેશમાંથી કયારે ખતમ થશે ? પરંતુ આ સવાલનો જવાબ ભારે ચિંતાજનક આવ્યો છે. કોરોના વાયરસ કયારેય ખતમ નહીં થાય તેવી આગાહી કરવામાં આવી છે અને નિષ્ણાતોએ એમ કહ્યું છે કે, ઉનાળો હોય કે શિયાળો, કોરોનાનો પ્રકોપ હંમેશા આપણી સાથે રહેશે.

 


જર્મનીના હેન્ડલબર્ગ ઈન્સ્ટિટયુટ તેમજ ચાઈનીઝ એકેડેમી ઓફ મેડિકલ સાયન્સના સંશોધન અહેવાલમાં આ ધડાકો કરવામાં આવ્યો છે. સંશોધનકારોએ એમ કહ્યું છે કે, હવે આપણે કોરોના વાયરસ સાથે જીવવાની ટેવ પાડવી પડશે. કારણ કે આ વાયરસ હંમેશા જીવીત રહેવાનો છે અને તેનો પ્રકોપ લાંબા સમય સુધી ચાલુ જ રહેવાનો છે.

 


જો કે મેડિકલ સાયન્સનું માનવું એવુ છે કે, કોઈપણ વાયરસનું અસ્તિત્વ કયારેય સમાપ્ત થતું જ નથી પરંતુ રિસર્ચમાં એમ બતાવવામાં આવ્યું છે કે, કોરોના વાયરસ વર્ષમાં અનેક વખત ચરમસીમા પર પહોંચશે અને તેને પગલે મોટી સંખ્યામાં મૃત્યુ થશે. ભારતમાં બીજી લહેર ભયંકર બની છે અને ત્રીજી લહેરની સંભાવના વ્યકત કરવામાં આવી છે.

 


સંશોધનકારોના અહેવાલમાં જણાવ્યા મુજબ આ વાયરસના પ્રચંડપમાં જીવીત રહેવાની પુરી સંભાવના છે. વિશ્ર્વના ઉત્તરીય અને દક્ષિણી દેશોમાં કોરોના વાયરસનો કહેર વધુ પ્રમાણમાં રહેશે. સાથોસાથ તેમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ઉનાળો હોય કે શિયાળો કોઈપણ મોસમમાં કોરોનાની પ્રચંડતા ઓછી થવાની નથી.

 


સંશોધનકારોએ આ રિપોર્ટ 117 દેશોના આંકડાના આધાર પર તૈયાર કર્યો છે અને એમણે કહ્યું છે કે, કોરોનાથી બચતા રહેવું તે જ માત્ર એક ઉપાય છે અને તેના માટે રસીકરણ ખુબ જ જરી છે અને જે નિયમો બહાર પાડવામાં આવ્યા છે તેનો ગંભીરતાથી અમલ કરવાની જરૂર છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS