૧૯ વર્ષ પહેલા જ ચીનમાં ફેલાયો હતો કોરોના, માંસ વેચતા વેપારીઓ આવ્યા હતા ઝપેટમાં!

  • July 26, 2021 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દુનિયામાં અચાનક કોરોના વાયરલ ફેલાઈ ગયો હતો. આ વાયરસને કોવિડ–૧૯ નામ આપવામાં આવ્યું છે. આ પાછળનું કારણ એવું છે કે આ વાયરસનો પ્રથમ કેસ વર્ષ ૨૦૧૯માંઆવ્યો હતો. ૨૦૧૯ પછી આ વાયરસ ખૂબ જ ઝડપથી દુનિયાભરમાં ફેલાયો હતો. હાલત એવી થઈ કે વાયરસનો ફેલાવો રોકવા માટે લોકડાઉન પણ લગાવવામાં આવ્યું હતું. વિશ્વની તમામ સરકારોએ જરી ઉપાયો કર્યા છતાં કોરોના આખી દુનિયામાં ફેલાઈ ગયો છે. જોકે, હવે એક એવું સત્ય સામે આવ્યું છે, જેણે ચીન પર અનેક સવાલ ઊભા કયા છે.

 


ડેઇલી મેઇલના રિપોર્ટ પ્રમાણે ચીનના બેઇજિંગમાં વર્ષ ૨૦૦૨માં કોરોના વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. એ સમયે ચીનના ગ્વાંગડોંગમાં ત્યાંની એક રેસ્ટોરન્ટના શેફ અને માંસની દુકાનના કસાઈને કોરોના થઈ ગયો હતો. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી તેમજ તાવ આવી ગયો હતો. જેમને આવી તકલીફ થઈ હતી તે મોટાભાગના માંસના વેપારીઓ હતા. રિપોર્ટ પ્રમાણે ત્યારે આ રહસ્યમય બીમારીથી ડોકટર્સ ચિંતામાં આવી ગયા હતા. આ ઉપરાંત જે લોકો દર્દીઓની દેખરેખ રાખી રહ્યા હતા તેઓ પણ તેની ઝપેટમાં આવી ગયા હતા.

 


આ તમામ કેસ ૨૦૦૨માં આવ્યા હતા અને તેના લક્ષણો કોરોના જેવા જ હતા. જોકે, એ વખતે કેમ પણ કરીને તેના પર કાબૂ મેળવી લેવાયો હતો. આખી દુનિયામાં ત્યારે આવા ૭૭૪ કેસ મળ્યા હતા. નવા રિપોર્ટ પ્રમાણે એ જ સમયે કંઈક કરવાની જરી હતી, તેમજ આપણા માટે તે એક ચેતવણી પણ હતી. જોકે, આ વાતને અવગણવામાં આવી હતી. જે બાદમાં ૨૦૧૯માં કોરોના ખૂબ જ ઝડપથી ફેલાયો હતો. ત્યારથી લઈને અત્યારસુધી કોરોના પર કાબૂ મેળવી શકાયો નથી. કોરોનાને ચીનનું બાયોલોજિકલ વેપન પણ કરવામાં આવે છે.

 


મેરીલેન્ડ યુનિવર્સિટીમાં સેન્ટર ફોર ઇન્ટરનેશનલ એન્ડ સિકયોરિટી સ્ટડીઝના વરિ સંશોધક મિલ્ટન લીટેનબર્ગે તર્ક આપ્યો છે કે જઅછજ વાયરસે ચીનને શીખવ્યું કે કેવી રીતે ખોટા પરિણામો સાથે દુનિયાને ગેરમાર્ગે, ખોટી માહિતી અને હેરાફેરીનો શિકાર બનાવી શકાય છે. તેમણે કહ્યુ કે, આ શીખ બાદ ચીને ખૂબ જ સરળતાથી કોરોના વાયરસને દુનિયામાં ફેલાવી દીધો છે. ચીનના ષડયંત્રની જ અસર છે કે આજે દુનિયાના અનેક દેશ સ્મશાનમાં બદલાઈ ગયા છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS