કોરોના વોરિયર્સ: ઘુંટું ગામના ત્રણ ભાઇ-બહેનનું કોરોના જંગમાં અવિરત યોગદાન

  • June 25, 2020 01:50 PM 677 views

હાલ કોરોના મહામારીને પગલે કોરોના વોરીયર્સ એવા ડોકટરો વગર રજાએ સતત પોતાની ડ્યુટી પર તૈનાત છે ત્યારે મોરબીના ઘૂટું ગામના વતની ત્રણ ભાઈ-બહેન છેલ્લા ત્રણ માસથી કોરોના સામેના જંગમાં પોતાની સેવા આપી રહ્યા છે અને કોરોના વોરીયર્સ તરીકે લડત આપીને મોરબીનું ગૌરવ વધાર્યું છે.
મોરબીના ઘૂટું ગામના વતની અને હાલ મોરબી રહેતા એક જ પરિવારના ત્રણ ડોક્ટર ભાઈ-બહેન છેલ્લા ત્રણ માસથી એકપણ રજા વિના કોરોના સામેના જંગમાં પોતાનું અમુલ્ય યોગદાન આપી રહ્યા છે ઘૂટું ગામના વતની અને હાલ મોરબી યદુનંદન સોસાયટીમાં રહેતા જયંતીલાલ સોરીયાના સંતાનો ડો. અવની એમબીબીએસ (માઈક્રોબાયોલોજી) ડો. કૃતિ એમબીબીએસ (પેથોલોજી) અને ડો. કરણ એમબીબીએસ થઈને સરકારી હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે.


જેમાં ડો. અવની સોરીયા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં માઈક્રોબાયોલોજી ડીપાર્ટમેન્ટમાં કોરોના સેમ્પલનું ચેકિંગ કરવાની સેવા આપે છે જયારે ડો. કૃતિ સોરીયા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પેથોલોજી વિભાગમાં કોરોના દર્દીના સેમ્પલ લઈને ચેકિંગ કરી રહ્યા છે તો ડો. કરણ સોરીયા જુનાગઢ હોસ્પિટલમાં એમબીબીએસ પૂર્ણ કરી હાલ તે જ હોસ્પિટલમાં કોરોના સામે સેવા આપી રહ્યા છે.ઘૂટુંના સોરીયા પરિવારના ત્રણેય સંતાનોએ પ્રાથમિક શિક્ષક ઘૂટુંની શ્રી નવોદય વિદ્યાલયમાં લીધું હતું અને બાદમાં મોરબીની ખાનગી શાળામાં તેઓએ અભ્યાસ કરી મેડીકલનો ઉચ્ચ અભ્યાસ કરીને હાલ તેઓ કોરોના વોરીયર્સ તરીકે સેવા આપી રહયા છે અને સોરીયા પરિવારની બે દીકરી અને એક દીકરો એમ ત્રણ કોરોના વોરીયર્સ કોરોના સામેના જંગમાં યોગદાન આપી મોરબી જીલ્લા અને પરિવારનું ગૌરવ વધારી રહયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application